રાહુલની કથિત ટીપ્પણીને લઈ માનહાનીનો દાવો કરતાકોર્ટે સમન્સ પાઠવ્યાર
રાંચીની એક કોર્ટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે કથિત રૂપે વિવાદાસ્પદ ટીપ્પણી કરવાને લઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને કોર્ટે સમન્સફટકાર્યું છે.
સબ ડિવિઝનલ જયુડીશીયલ મેજીસ્ટરેટ અજયકુમાર ગુડિયાએ નિર્દેશ આપ્યો છે કે ગાંધીને સમન્સ મોકલવામાં આવે.
આ અગાઉ કોર્ટે ૨૮ નવેમ્બરે એક અરજી પર સુનાવણી કરતા પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો.
પોતાની અરજીમાં ભાજપના યુવા નેતા ભારતીય જનતા યુવા મોરચાના નેતા નવીનઝાએ આરોપ લગાવ્યો કે ગાંધીએ ૧૮ માર્ચ કોંગ્રેસના રાષ્ટ્રીય સંમેલનમાં અમિત શાહ સામે ટીપ્પણી કરી હતી.
ઝાએ આરોપ લગાવ્યો કે આ નિવેદનથી તેમની ભાવનાને ઠેસ પહોંચી છે અને તેમની પાર્ટીનીછબીને નુકસાન થયું છે. કોર્ટે આ ટીપ્પણીને લઈ રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યું છે. આ મામલાની આગલી સુનાવણી છ ફેબ્રુઆરીએ થશે. રાહુલ ગાંધી દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત પર વિવાદીત ટીપ્પણી કરી હતી. જેને લઈ રાહુલગાંધી સામે માનહાનીનો દાવો કરવામાં આવ્યો છે.