ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ કાલે કાશ્મીરની પ્રથમ મુલાકાતે જશે: ‘રાજભવન’ રોકાઈને શાહ રાજયના ઉચ્ચ અધિકારીઓ અને સૈન્યના અધિકારીઓ પાસેથી કાશ્મીરની વર્તમાન સ્થિતિની માહિતી મેળવશે
કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ આવતીકાલે જમ્મુ કાશ્મીર રાજયની પ્રથમ મુલાકાતે જઈ રહ્યા છે. મુલાકાત દરમ્યાન શાહ રાજભવનમાં સૈન્યના અધિકારીઓ અને રાજયના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને આગામી અમરનાથ યાત્રા માટે ઉભી કરવામાં આવેલી ‘સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરનારા છે. તાજેતરમાં ભારતે બાલાકોટમાં આતંકી કેમ્પોપર કરેલી એરસ્ટ્રાઈક બાદ આતંકવાદી તત્વો બદલો લેવાની ફીરાકમાં હોય અમરનાથ યાત્રાનાં યાત્રીકો પર હુમલો કરે તેવી આ શંકા વ્યકત થઈ છે. જેથી યાત્રીકોની સુરક્ષામાં કોઈ કચાસ ન રહી જાય તે માટે અમિત શાહ સુરક્ષામાં જીણવટભરી ચીવટ રાખવા તાકીદ કરનારા છે. ઉપરાંત શાહ કાશ્મીરની વર્તમાન સ્થિતિ અંગેની માહિતી પણ મેળવનારા છે. કેન્દ્રીય ગૃહમંત્રીની જવાબદારી સંભાળ્યા બાદ અમિત શાહની આ પ્રથમ જમ્મુ કાશ્મીરની મુલાકાતને ખૂબજ મહત્વનીમાનવામાં આવે છે. બુધવારે શ્રીનગર પહોચ્યા બાદ શાહ રાજભવનમાં રાત રોકાશે. શાહ દ્વારા અમરનાથયાત્રાને લઈને ટ્રાફીકની ખાસ વ્યવસ્થા કરવાના આદેશો આપી વીઆઈપીઓની સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્તની કોઈ પણ અમરનાથ યાત્રાળુઓને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થાની હિમાયતની સાથોસાથ યામિ ટેગ પધ્ધતિથી સુરક્ષા વ્યવસ્થાની મોનીટરીંગ વ્યવસ્થાની સૂચના આપનારા છે.
અમિત શાહે તંત્રને જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને સમગ્ર યાત્રાના રૂટ ઉપર પવિત્ર ગુફા સુધીના વિસ્તારમાં યાત્રાના બંને રસ્તાઓ કે જેનો યાત્રાળુઓ દ્વારા પવિત્ર ગુફા સુધી પહોચવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તે અનંતનાગ જિલ્લામાંથી પસાર થતા પરંપરાગત પહેલગામ રૂટ અને ગન્ડરબાલ જિલ્લામાંથી પસાર થતા બંને રૂટો ઉપર અમરનાથ યાત્રાળુઓના ૪૬ દિવસના સમયગાળા માટે ૧ લાખ સુરક્ષાજવાનો યાત્રાળુઓની સુરક્ષા માટે રાઉન્ડ ધ કલોક ૨૪ કલાક ખડે પગે રહેશે.
રાજયના ગૃહ મંત્રાલય દ્વારા અમરનાથની સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ૩૦૩ જેટલી સુરક્ષા ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. યાત્રા દરમિયાન કોઈપણ પરિસ્થિતિને પહોચી વળવા સંપૂર્ણ પણે તૈયારી કરવામાં આવી છે. ગયા વર્ષે માત્ર ૨૩૮ ટુકડીઓની ફાળવણી કરવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું હતુ કે આ વકતે અમરનાથ યાત્રામાં પૂલવામાં હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન ઓલ આઉટ યોજના અંતર્ગત વધુ સંગીન બનાવવામાં આવી છે. ઓપરેશન ઓલ આઉટમાં સુરક્ષા જવાનોએ કાશ્મીરમાંથી ૧૨૦ આતંકીઓને એક વર્ષમાં જ ખાતમો બોલાવ્યો હતો.
ગયા વર્ષે આ આંકડો ૭૧નો હતો મોતને ઘાટ ઉતારવામં આવેલા તમામ આતંકીઓને સ્થાનિક ગુપ્તચર વિભાગની સુચના અને દોરી સંચારથી ઢેર કરી દેવાયા હતા જુલાઈ ૨૦૧૭માં અમરનાથ યાત્રા પર થયેલા હુમલામાં આઠ યાત્રાળુઓના મૃત્યુ થયા હતા. અને ૧૯ ઘવાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થાની સમિક્ષા કરવામ આવશે.
ગૃહમંત્રી બન્યા પછી અમિતશાહ જમ્મુ કાશ્મીરની પ્રથમ મુલાકાતે જઈ રહ્યા છે. ત્યારે અમરનાથ યાત્રા શરૂાય તે પહેલા જ કાશ્મીરમાં સુરક્ષા અધિકારીઓની એજન્સીઓ સાથે ખાસ બેઠક યોજીને યાત્રા શરૂ થાય તે પહેલા જ અમિતશાહ, બાબા બરફાનીના દર્શન કરશે શાહ સેના, જમ્મુ કાશ્મીર પોલીસ સીઆરપીએફ સીમા સુરક્ષા દળના મુખ્ય અધિકારીઓ સાથે બેઠક યોજીને અમરનાથ યાત્રાની સુરક્ષાની સાથે સાથે લાઈન ઓફ કંટ્રોલ અને રાજયની આંતરીક સુરક્ષાની સમિક્ષા કરશે. શાહ દ્વારા યોજવામાં આવનારી આ બેઠકમાં ડીજીપી અને સેનાના ઉતરવિભાગના અનેક અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
અમિત શાહની મુલાકાતની વિગતો આપતા જમ્મુ કાશ્મીરના પ્રભારી અવિનાશ રાયખન્નાએ જણાવ્યું હતુ કે શાહ યાત્રા શરૂ થાય તે પહેલા એક દિવસ અગાઉ બાબા બરફાનીનાં દર્શન કરશે ત્યારબાદ બીજા દિવસે રાજયપાલ સત્યપાલ મલીક અમરનાથ બાબાના દર્શને જશે પાક પ્રેરીત આતંકી હુમલાની શકયતાને પગલે જમ્મુ-કાશ્મીરમાં હાઈએલર્ટ જારી કરવામાં આવ્યું છે.