- પ્લાન્ટમાં કચરામાંથી દરરોજ 360 વોટ વીજળી ઉત્પન્ન થશે, આ વીજળી ગુજરાત ઉર્જા વિકાસ નિગમને રૂપિયા 6.31 પ્રતિ કિલો વોટના ભાવે અપાશે
- કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કાલે રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું અમદાવાદના પીપળજમા ઉદઘાટન કરવામાં આવનાર છે. આ પ્લાન્ટમાં કચરામાંથી દરરોજ 360 વોટ વીજળી ઉત્પન્ન થશે.
તારીખ 1 નવેમ્બર, 2024, શુક્વારના રોજ પીપળજમાં 1,000 મે. ટન કચરાને પ્રોસેસ કરી ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. એએમસી દ્વારા જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ કંપની સાથે પીપીપી ધોરણે તૈયાર કરવામાં આવેલા આ પ્લાન્ટમાં કચરો પ્રોસેસ કરીને કલાકદીઠ 15 મેગા વોટ વીજળી ઉત્પન્ન કરવાના પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવશે. આમ, કચરામાંથી પ્રતિ કલાક 15 મેગા વોટ એટલે કે દરરોજ 360 વોટ વીજળી ઉત્પન્ન થશે. આ પ્લાન્ટના કારણે ઉત્પન્ન થતી વીજળી ગુજરાત ઉર્જા વિકાસ નિગમને પણ એજન્સી દ્વારા રૂપિયા 6.31 પ્રતિ કિલો વોટના ભાવે આપવામાં આવશે. આગામી ત્રણ- ચાર મહિનામાં આ પ્લાન્ટ મારફતે રોજના 1,200થી 1,500 મે. ટન કચરાનો પ્રોસેસ કરીને વધુ વીજળી ઉત્પન્ન કરાશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાંથી રોજનો 5000 મેટ્રિક ટન કચરો પિરાણા ખાતે ડમ્પ સાઈટ પર ઠાલવવામાં આવે છે. એએમસી દ્વારા સમગ્ર શહેરમાંથી એકત્રિત કરાતા ઘન કચરાના નિકાલની સમસ્યા હળવી કરવાની છે નેમ સાથે પીરાણા ખાતે જિન્દાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટને ઘન કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે કામગીરી સોંપવામાં આવી હતી. આ એજન્સી દ્વારા મ્યુનિસીપલ સોલિડ વેસ્ટને આરડીએફ બેઈઝ ઈન્સીનરેશન ટેકનોલોજીની મદદથી બોઈલરમાં મ્યુનિસીપલ વેસ્ટ ઈન્સીનરેટ કરી 65 ટીપીઆઇઆઈ સ્ટીમ જનરેટ કરવામાં આવશે. આ સ્ટીમ વડે કલાકદીઠ 15 મેગા વોટ કેપેસીટીનાં ટર્બાઈન મારફતે 15 મેગા વોટ પ્રતિ કલાક વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. આમ, કુલ 1000 મે. ટન ધન કચરામાંથી દૈનિક ધોરણે 360 મેગા વોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે જે પાવર ગ્રીડમાં સપ્લાય કરાશે.
અમિત શાહ આજે સાળંગપુર: ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે આજે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું છે.સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે યાત્રીકોની સુવિધાઓને લઈને મંદિર દ્વારા ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થઈ ગયું છે. નવનિર્મિત યાત્રીક ભવન અગીયારસો રૂમ સાથે સૌથી મોટું યાત્રીક ભવન છે. આજે 31 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહના હસ્તે નવનિર્મિત ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ થયું છે. આ સાથે અમિત શાહે કષ્ટભંજન હનુમાનજી મંદિરે શિશ પણ ઝુકાવ્યું હતું.