2019ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે સંપર્ક અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત અમિત શાહ અભિનેત્રી માધુરી દીક્ષિતને મળ્યાં હતા. આ પ્રસંગે મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત હતા. આ કડીમાં અમિત શાહ ગાયક લતા મંગેશકર અને ઉદ્યોપતિ રતન ટાટાને પણ મળવાના છે. સાથે જ ગઠબંધનમાં નારાજ હોય તેવા સાથીદારોને પણ મનાવવાના પ્રયાસો શરૂ કર્યાં છે.
જે અંતર્ગત આજે તેઓ શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેસાથે પણ મુલાકાત કરશે. અમિત શાહ અને ઉદ્ધવની મુલાકાત પહેલાં જ શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ભાજપ પર પ્રહારો કર્યાં છે. સામનામાં લખવામાં આવ્યું કે અમિત શાહ આ ચૂંટણીઓમાં કોઈપણ રીતે 350 સીટો જીતવા માંગે છે.
Mumbai: BJP President Amit Shah meets Bollywood actor Madhuri Dixit and her husband Dr. Sriram Madhav Nene as part of ‘Sampark for Samarthan’ campaign. Maharashtra CM Devendra Fadnavis also present. pic.twitter.com/pZaX1TM7vz
— ANI (@ANI) June 6, 2018