પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યાએ, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના આજના કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જુનાગઢ ખાતે આજે યોજાયેલ ભવ્ય પેજ પ્રમુખ વિજય વિશ્વાસ સંમેલન બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ આજે બપોરે નડીયાદ ખાતે મધ્ય ગુજરાતના પેજ પ્રમુખ મહાસંમેલનમાં ઉપસ્તિ રહીને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.
અમિતભાઈ શાહ સવારે વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં પૂ.બાબા રામદેવજીના યોગના કાર્યક્રમમાં સવારે ૦૫.૦૦ કલાકે ઉપસ્તિ રહ્યા હતા. બપોરે ૦૨.૦૦ કલાકે નડીયાદ ખાતે સૌ પહેલા દેશના લોખંડી પુરૂષ અને ગુજરાત પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલના સ્મૃતિ સનકોની મુલાકાત કરી ભાવાજંલી અર્પણ કરશે.
ભાજપાના કાર્યકર્તાઓનું વ્યવસ અને આયોજનનું કેન્દ્ર ખેડા જીલ્લાના ભાજપાના નવનિર્મિત કાર્યાલયનું રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ લોકાર્પણ કરશે અને ત્યાર બાદ યુવા મોરચાના ૫ હજારી પણ વધુ કાર્યકરો સો બાઈક રેલી સ્વરૂપ અમિતભાઈ શાહ સભા સ્ળે પહોંચશે અને બપોરે ૦૩.૦૦ કલાકે મધ્ય ગુજરાતના ભાજપાના ૮ જીલ્લાઓ તેમજ વડોદરા મહાનગરના પેજ પ્રમુખોના મહાસંમેલનમાં ઉપસ્તિ રહી માર્ગદર્શન આપશે.