કેન્દ્ર સહિત દેશના 21 રાજ્યોમાં સત્તા પર બેસેલ ભારતીય જનતા પાર્ટી આજે પોતાનો 39માં સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે. ભાજપ દ્વારા દેશભરમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે મુંબઇમાં ત્રણ લાખ કાર્યકર્તાઓને સંબોધન કરશે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 સંસદીય ક્ષેત્રોના કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના સ્થાપના દિવસે સવારે ટવિટ કરી બધા ભાજપના કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી છે.
I bow all @BJP4India Karyakartas on the special occasion of the Party’s Sthapana Diwas.
We remember, with great pride, the heroic service and sacrifice of all Karyakartas who built the BJP and committed themselves towards creating a stronger and better India. #IndiaTrustsBJP pic.twitter.com/5iLKVcBVI7
— Narendra Modi (@narendramodi) April 6, 2018
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મુંબઇમાં એક રેલીને સંબોધન કરશે. આ રેલીમાં ભાજપ અધ્યક્ષ 2019ની લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફુંકશે. અમિત શાહની આ રેલીમાં અંદાજે 3 લાખ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ રેલી માટે દેશભરમાંથી ભાજપના કાર્યકર્તાઓ મુંબઇ પહોંચી રહ્યાં છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com