અમિત શાહે આજે ગૃહ મંત્રાલય અને રાજનાથ સિંહે રક્ષા મંત્રાલયનો ચાર્જ સંભાળી લીધો છે. ગુરુવારે તેમના વડાપ્રધાન પદની સાથે ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. રાજનાથ સિંહે કાર્યભાર સંભાળતા પહેલાં શનિવારે સવારે વોર મેમોરિયલ પહોંચ્યા હતા અને અહીં તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ દરમિયાન રાજનાથ સિંહ સાથે ત્રણેય સેનાઓના પ્રમુખ પણ હાજર રહ્યા હતા. આ સિવાય આજે કેબિનેટ મંત્રીઓમાંથી જી કિશન રેડ્ડી, નરેન્દ્ર સિંહ તોમર, બાબુલ સુપ્રિયો, પ્રકાશ જાવડેકરે પણ તેમનો ચાર્જ સંભાળી લીધો છે.