ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 2019ના ચૂંટણી અભિયાનને સફળ આપવા માટે આજે પક્ષના પદાધિકારીઓ સાથે બેઠક કરી. આ બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષો, સંગઠન મંત્રીઓ, કેન્દ્રીય પદાધિકારીઓ અને પક્ષના દરેક મોરચાના સંયુક્ત કાર્યસમિતિના પદાધિકારીઓ હાજર રહ્યા.
આ બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં યોજાશે. 2019ની ચૂંટણીના મદ્દેનજર આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. આ બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ, સંગઠન અને રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
Visuals of BJP President Amit Shah at BJP office bearer’s meeting at the party headquarters in #Delhi. pic.twitter.com/7mZa0xToFD
— ANI (@ANI) May 14, 2018
એક અહેવા મુજબ 17 મેના રોજ પક્ષના દરેક સાત મોરચાની રાષ્ટ્રીય કાર્યકારણી સંમેલન પહેલા આ બેઠક યોજાઇ રહી છે. 17 મેના રોજ યોજાનારા કાર્યક્રમમાં આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણીને સંબોધન કરશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com