ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી પાંચ દસ નહીં પરંતુ 50 વર્ષ માટે સત્તામાં આવશે અને તે ભાવ કાર્યકરોની અંદર હોવું જોઈએ ત્યારે જ દેશમાં પરીવર્તન શક્ય છે.
ભોપાલના ત્રણ દિવસ માટે આવેલા અમિત શાહે પાર્ટી ના ખાસ સભ્યો સાથે, પ્રદેશ અધિકારીઓએ સાથે, સાંસદો, વિધાયકો અને જિલ્લા અધ્યક્ષો ની સાયુક્ત બેઠક માં સંબોધન કરતાં કહ્યું કે , ” સંગઠનના કાર્યકર્તાઓને આરામ કરવાનો અધિકાર નથી શાહ રાષ્ટ્રમાં પરીવર્તન જોવા માગે છે તો આપણે થાક્યા વિના અને રોકાયા વિના આગળ વધવાનું છે.”
તેઓએ કયું કે ” આપણે સત્તા પર 5-10 વર્ષ માટે નહીં પરંતુ 50 વર્ષ માટે આવ્યા છીએ તે લક્ષ્ય સાથે જ આપણે આગળ વધવાનું છે . 40-50 વર્ષની સત્તા માં એક વ્યાપક રાષ્ટ્રનું પરીવર્તન ઊભું કરીશું.
2014 ના વિજય થી જરા પણ સંતોષ નથી.
અમિત શાહે આગળ કહ્યું કે, ” અમારી પાશે કેન્દ્ર માં પૂર્ણ બહુમતી ની સરકાર છે. 330 સાંસદો અને 1387 વિધેયકો છે આજે પાર્ટી સર્વોચ્ચ સ્થાન પર છે પરંતુ 2014 ના વિજય ને સાચો કાર્યકર વિજય નથી માનતો એટલા માટે આપણે આગડ વધવાનું છે.