નેશનલ પીપુલ્સ પાર્ટી (એનપીપી)ના નેતા સંગમાએ મંગળવારે મુખ્યમંત્રી પદના શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં અમિત શાહ અને રાજનાથ સિંહ પણ સામેલ થયા. મેઘાલયની ગઠબંધન સરકારમાં બીજેપી, એનપીપી, યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી (યૂડીપી), હિલ સ્ટેટ પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (એસએસપીડીપી) અને પીપુલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ (પીડીપી) સામેલ છે. 21 સીટ જીતનારી કોંગ્રેસને અહીં સરકાર બનાવવામાં સફળતા મળી નથી. ભાજપને માત્ર બે સીટ જ મળી છે.
કોનરાડને સોંપી હતી 34 ધારાસભ્યોના સમર્થનની ચિઠ્ઠી
રવિવારે સાંજે કોનરાડે ગવર્નર ગંગા પ્રસાદ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તે સાથે જ 34 ધારાસભ્યોના સમર્થનની ચિઠ્ઠી પણ આપી હતી.
– ગવર્નરને મળ્યા પછી કોનરાડ સંગમાએ કહ્યું હતું કે, ગઠબંધનવાળી સરકાર ચલાવવી સરળ નથી હોતી, પરંતુ મને વિશ્વાસ છે કે, અમારી સાથે આવેલા ધારાસભ્યો રાજ્ય અને રાજ્યની જનતા પ્રતિ પ્રતિબદ્ધ છે. અમે રાજ્યના વિકાસ માટે મળીને કામ કરીશું.