વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મંત્રીઓના વિભાગોની વહેંચણી કરી દીધી. અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. નિર્મલા સીતારમણને નાણા મંત્રાલય સોંપવામાં આવ્યું છે. રાજનાથ સિંહ રક્ષા મંત્રાલય સંભાળશે. પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકર વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે.

નિતિન ગડકરીને માર્ગ પરિવહન, રાજમાર્ગ ઉપરાં લધુ અને મધ્યમ ઉદ્યમ વિભાગ આપવામાં આવ્યું છે. સ્મૃતિ ઇરાનીને કાપડ મંત્રાલય ઉપરાંત મહિલા અને બાળ વિકાસનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. નરેન્દ્ર સિંહ તોમર કૃષિ મંત્રી બન્યા છે. હર્ષવર્ધન સ્વાસ્થ્ય મંત્રી અને પીયૂષ ગોયલ રેલ મંત્રી હશે.

તેમજ પુરષોતમ રૂપાલાને કૃષિ અને કિસાન મંત્રાલય (રાજ્યમંત્રી) જવાબદારી સોપવામાં આવી છે.અને મનસુખ માંડવિયાને મિનિસ્ટર ઓફ સ્ટેટ ઓફ ધ મિનિસ્ટ્રી ઓફ સિપિંગ ,એંન્ડ મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ મિનિસ્ટ્રીઓફ કેમિકલ્સ એંન્ડ ફર્ટીલાઇઝરની જવાબદારી સોપવામાં આવી છે.

મંત્રીનું નામ અને તેમને સોપેલ જવાબદારી

1. નરેન્દ્ર મોદી (વડાપ્રધાન)

2. રાજનાથ સિંહ (કેબિનેટ મંત્રી):રક્ષા મંત્રાલય

3. અમિત શાહ (કેબિનેટ મંત્રી):ગૃહ મંત્રાલય

4. નિતિન ગડકરી (કેબિનેટ મંત્રી):માર્ગ પરિવહન-રાજમાર્ગ મંત્રાલય, લઘુ-મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

5. સદાનંદ ગૌડા (કેબિનેટ મંત્રી):રસાયણ અને ઉર્વક મંત્રાલય

6. નિર્મલા સીતારમણ (કેબિનેટ મંત્રી):નાણા અને કોર્પોરેટ અફેર્સ મંત્રાલય

7. રામવિલાસ પાસવાન (કેબિનેટ મંત્રી):ખાદ્ય-સાર્વજનિક વીતરણ મંત્રાલય

8. નરેન્દ્ર સિંહ તોમર (કેબિનેટ મંત્રી):કૃષિ અને કિસાન કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ

9. રવિશંકર પ્રસાદ (કેબિનેટ મંત્રી):કાયદો અને ન્યાય, ઈન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ

10. હરસિમરત કૌર બાદલ (કેબિનેટ મંત્રી):ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય

11. એસ. જયશંકર (કેબિનેટ મંત્રી):વિદેશ મંત્રાલય

12. રમેશ પોખરિયાલ નિશંક (કેબિનેટ મંત્રી):માનવ સંશાધન અને વિકાસ મંત્રાલય

13. થાવર ચંદ ગેહલોત (કેબિનેટ મંત્રી):સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય

14. અર્જુન મુંડા (કેબિનેટ મંત્રી):આદિવાસી મામલે મંત્રાલય

15. સ્મૃતિ ઈરાની (કેબિનેટ મંત્રી):મહિલા અને બાળ વિકાસ, કાપડ મંત્રાલય

16. હર્ષવર્ધન (કેબિનેટ મંત્રી):સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ભૂ-વિજ્ઞાન

17. પ્રકાશ જાવડેકર (કેબિનેટ મંત્રી):પર્યાવરણ, વન-જળ-વાયુ પરિવર્તન, સૂચના અને પ્રસારણ

18. પીયૂષ ગોયલ (કેબિનેટ મંત્રી):રેલવે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય

19. ધર્મેન્દ્ર પ્રધાન (કેબિનેટ મંત્રી):ઓઈલ એન્ડ ગેસ, સ્ટીલ મંત્રાલય

20. મુખ્તાર અબ્બાસ નકવી (કેબિનેટ મંત્રી):લઘુમતી મામલે મંત્રાલય

21. પ્રહલાદ જોશી (કેબિનેટ મંત્રી):સંસદીય મામલે મંત્રાલય, કોલસા અને ખાણ

22. મહેન્દ્ર નાથ પાંડે (કેબિનેટ મંત્રી):સ્કીલ ડેવલપમેન્ટ મંત્રાલય, ઉદ્યોગ સાહસિકતા

23. અરવિંદ સાવંત (કેબિનેટ મંત્રી):ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ મંત્રાલય

24. ગિરિગાજ સિંહ (કેબિનેટ મંત્રી):પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન મંત્રાલય

25. ગજેન્દ્ર સિંહ શેખાવત (કેબિનેટ મંત્રી):જળ શક્તિ મંત્રાલય

26. સંતોષ ગંગવાર (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો):શ્રમ અને રોજગાર મંત્રાલય

27. રાવ ઈન્દ્રજીત સિંહ (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો):સ્ટેટસ્ટિક અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય

28. શ્રીપદ નાઈક (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો):આયુર્વેદ, યોગા, નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (આયુષ) મંત્રાલય

29. જીતેન્દ્ર સિંહ (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો):પૂર્વોતર વિકાસ (સ્વતંત્ર હવાલો), પીએમઓ, જનફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા, અંતરિક્ષ મંત્રાલય (રાજ્ય મંત્રી)

30. કિરણ રિજ્જૂ (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો):યુવા-ખેલ (સ્વતંત્ર હવાલો) લઘુમતી (રાજ્યમંત્રી)

31. પ્રહલાદ સિંહ પટેલ (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો):સંસ્કૃતિ-પર્યટન (સ્વતંત્ર હવાલો)

32. આરકે સિંહ (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો):વીજળી-નવીનીકરણ ઉર્જા (સ્વતંત્ર હવાલો), કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસીકતા (રાજ્યમંત્રી)

33. હરદીપ સિંહ પુરી (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો):શહેરી વિકાસ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય ( સ્વતંત્ર હવાલો), વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય (રાજ્યમંત્રી)

34. મનસુખ માંડવિયા (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો):મિનિસ્ટર ઓફ સ્ટેટ ઓફ ધ મિનિસ્ટ્રી ઓફ સિપિંગ એંન્ડ મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ મિનિસ્ટ્રી ઓફ કેમિકલ્સ એંન્ડ ફર્ટીલાઇઝર

35. ફગ્ગન સિંહ કુલસ્તે (રાજ્યમંત્રી):સ્ટીલ રાજ્ય મંત્રી

36.અશ્વિની ચૌબે (રાજ્ય મંત્રી):સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ (રાજ્યમંત્રી)

37. જનરલ રિટાયર્ડ વીકે સિંહ (રાજ્ય મંત્રી):માર્ગ પરિવહન-રાજમાર્ગ (રાજ્યમંત્રી)

38. કૃષ્ણપાલ ગુજ્જર (રાજ્ય મંત્રી):સામાજિક ન્યાય અને સશક્તિકરણ (રાજ્યમંત્રી)

39. દાનવે રાવસાહેબ દાદારાવ (રાજ્ય મંત્રી):ઉપભોક્તા મામલે, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ (રાજ્યમંત્રી)

40. જી. કિશન રેડ્ડી (રાજ્ય મંત્રી):ગૃહ રાજ્ય મંત્રી

41. પુરુષોત્તમ રુપાલા (રાજ્ય મંત્રી):કૃષિ અને કિસાન મંત્રાલય (રાજ્યમંત્રી)

42. રામદાસ આઠવલે (રાજ્ય મંત્રી):સામાજિક ન્યાય અને સશક્તિકરણ (રાજ્યમંત્રી)

43. સાધ્વી નિરંજન જ્યોતી (રાજ્ય મંત્રી):ગ્રામીણ વિકાસ (રાજ્યમંત્રી)

44. બાબુલ સુપ્રિયો (રાજ્ય મંત્રી):પર્યાવરણ, વન- જળ-વાયુ પરિવર્તન (રાજ્યમંત્રી)

45. સંજીવ કુમાર બલિયાન (રાજ્ય મંત્રી):પશુ પાલન, ડેરી, મત્સ્ય પાલન (રાજ્યમંત્રી)

46. ધોત્રે સંજય શમરાવ (રાજ્ય મંત્રી):માનવ સંશાધન વિકાસ,સંચાર અને ઈલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રદ્યોગિક (રાજ્યમંત્રી)

47. અનુરાગ ઠાકુર સિંહ (રાજ્ય મંત્રી):નાણા અને કોર્પોરેટ મામલે (રાજ્યમંત્રી)

48. સુરેશ અંગાદિ (રાજ્ય મંત્રી):રેલવે (રાજ્યમંત્રી)

49. નિત્યાનંદ રાય (રાજ્ય મંત્રી):ગૃહ (રાજ્યમંત્રી)

50. વી મુરલીધરન (રાજ્યમંત્રી):વિદેશ, સંસદીય કાર્યના રાજ્યમંત્રી

51. રેણુકા સિંહ (રાજ્યમંત્રી):આદિવાસી મામલે (રાજ્યમંત્રી)

52. સોમ પ્રકાશ (રાજ્યમંત્રી):વાણિજ્ય અને ઉદ્યોગ (રાજ્યમંત્રી)

53. રામેશ્વર તેલી (રાજ્યમંત્રી):ખાદ્ય પ્રસંસ્કરણ (રાજ્યમંત્રી)

54. પ્રતાપ ચંદ્ર સારંગી (રાજ્યમંત્રી):સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, પશુપાલન, ડેરી-મત્સ્ય પાલન (રાજ્યમંત્રી)

55. કૈલાશ ચૌધરી (રાજ્યમંત્રી):કૃષિ અને કિસાન કલ્યાણ (રાજ્યમંત્રી)

56. દેબોશ્રી ચૌધરી (રાજ્યમંત્રી):મહિલા અને બાળ વિકાસ (રાજ્યમંત્રી)

57. અર્જુન રામ મેઘવાલ (રાજ્યમંત્રી):સંસદીય કાર્ય, ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ રાજ્યમંત્રી

58. રતન લાલ કટારિયા (રાજ્યમંત્રી):જળ-શક્તિ અને સામાજિક ન્યાય, સશક્તિ કરણ (રાજ્યમંત્રી)

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.