• ગુજરાતના સૌથી વિશાળ એવા…
  • રૂ.200 કરોડથી વધુના ખર્ચે બનેલા ભવનમાં 500 એસી અને 300 નોન એસી રૂમ સાથે 10 હાઈ સ્પીડ એલિવેટરની સુવિધા ઉપબલ્ધ

ભવનના લોકાર્પણ અંગે સાળંગપૂર મંદિરના મુખ્ય કોઠારી પૂ. વિવેક સ્વામી, આસિસ્ટન્ટ કોઠારી સ્વામી પૂ. કિર્તન સ્વામી અને ભાજપ અગ્રણી ચેતન રામાણીએ ‘અબતક’ મીડિયાની મુલાકાત દરમિયાન વિગતવાર માહિતી આપી

સાળંગપૂર હનુમાનજી મંદિર  પરિસરમાં  આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું  પહેલુ 1100 રૂમનું  ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થયું છે. સેવન સ્ટાર હોટલને પણ ટકકર આપે એક યાત્રિક ભવનનું લોકાર્પણ આગામી તા.31મી ગુરૂવારે ગૃહમંત્રી અમીતભાઈ શાહના વરદ હસ્તે  કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમની વિગતવાર ચર્ચા કરવા સાળંગપૂર મંદિરના  મુખ્ય કોઠારી પૂ. વિવેકસાગર સ્વામી, આસિસ્ટન્ટ કોઠારી, પૂ. કિર્તન સ્વામી અને ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણીએ ‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાત લીધી હતી.

પૂ. વિવેક સાગર સ્વામીએ જણાવ્યું હતુ કે,

સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં 200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિશ્વના દરેક આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું સૌથી વધુ રૂમવાળું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થઈ ગયું છે. આ 8 ફ્લોરવાળા ગેસ્ટ હાઉસનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડતાલ ગાદીના આચાર્ય મહારાજ 1008 રાકેશપ્રસાદજી તથા સંતોના હસ્તે 31 ઓક્ટોબર 2024ના રોજ થશે. મહત્ત્વનું છે કે, હરિપ્રકાશદાસજી સ્વામી સંકલ્પથી તથા કોઠારીસ્વામી વિવેકસાગરદાસજી-અથાણાવાળાના માર્ગદર્શનથી અને વડતાલ ટેમ્પલ બોર્ડના સહકારથી આ રાજમહેલ જેવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું નિર્માણ કરાયું છે.

સાળંગપુરમાં દિવસે અને દિવસે દાદા ના દર્શન લાખો ભક્તો ઊમટી રહ્યા છે. આ દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે એ માટે મંદિરના સંતો દ્વારા સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે એવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે.  આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં ક્ધસ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.

રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. આ િબ્ડિંગની ડિઝાઇન ચારથી પાંચવાર બનાવવામાં આવી હતી. એ પછી અત્યારની ડિઝાઇન સંતોએ ફાઈનલ કરી હતી. બિલ્ડીંગમાં એન્ટર થતા જ ઇન-આઉટ માટે બે રેમ્પ બનાવ્યા છે. જ્યાંથી અંદર પ્રવેશતા જ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોન્જને ટક્કર મારે એવું રિસેપ્શન એરીયા બનાવ્યું છે. અહીંથી યાત્રિકો ગણતરીની મિનિટોમાં જ રૂમ બુક કરાવી શકે છે. યાત્રિકો માટે કુલ 1000થી વધુ રૂમ અવેલેબલ છે. જેમાં 500 અઈ અને 300 નોન અઈ રૂમ, 5 સર્વન્ટ હોલ, 14 સ્ટોર રૂમ. યાત્રિકો પોતાના રૂમમાં આરામથી જઈ શકે એ માટે સીડી ઉપરાંત 10 હાઈ સ્પીડ એલિવેટર (લિફ્ટ)ની સુવિધા પણ છે.

ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં આખા બિલ્ડિંગમાં એક સાથ એક રૂમમાં પાંચ એમ 1000થી વધુ રૂમમાં 5,000 થી વધુ લોકો આરામથી રહી શકશે. આ બિલ્ડિંગમાં 400 અઈ રૂમ દીઠ એકનું મેનઇટનન્સ ભાડુ  1500 રૂપિયા અને 300 નોન અઈ રૂમ 800 રૂપિયા રહેશે. જેમાં એક-એક રૂમમાં ચાર સિંગલ બેડ અને એક ગાદલુ, રજાઈ અને ઓશીકું અને ખુરશી પણ આપવામાં આવશે. તો 45 સ્યૂટ રૂમ દીઠ એકનું મેઈન્ટનન્સ ભાડુ 3 હજાર રૂપિયા હશે. જેમાં દરેક રૂમમાં 4 સિંગલ બેડ અને એક ડબલ બેડ, ટેબલ અને ખુરશી વીથ ફર્નિચર હશે.

ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં દરેક ફ્લોરમાં 6-6 પાણીની પરબ અને કોમન ટોઈલેટ-બાથરૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સિનિયર સિટિઝનોને ધ્યાને રાખીને ગ્રાઉન્ડ ફ્લોર પર કેન્ટીનની વ્યવસ્થા કરાઈ છે. આ કેન્ટીનની સાઈઝ 12 હજાર સ્ક્વેર છે. જેમાં 200 લોકો સ્વખર્ચે નાસ્તો કરી શકશે. મહત્વનું છે કે નૂતન ભોજનાલયમાં ભક્તો અને યાત્રિક નિશુલ્ક નાસ્તો અને ભોજન પ્રસાદ લઈ શકશે. આ આખા બિલ્ડિંગના ફ્લોરની અલમોસ્ટ મશીન દ્વારા સફાઈ કરશે. આ બિલ્ડિંગમાંથી એક લોન્ડ્રી રૂમ પણ બનાવવામાં આવ્યો છે. આ બિલ્ડીંગ 100 લોકોના સ્ટાફથી ઓપરેટ થશે.

ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં 300થી વધુ હાઈટેક સીસીટીવી કેમેરા લગાવાયા છે. આ યાત્રિક ભવનમાં બરવાળાથી આવતા જ મંદિર પહેલા મુખ્ય ગેટથી કરી શકાશે નહીં. અહીં પાર્કિંગ પણ ખૂબ જ વિશાળ છે. જેમાં 2500થી વધુ કાર, 1 હજાર ટુવ્હીલર અને 50 બસ આરામથી પાર્ક થઈ શકે છે. આ પાર્કિંગ બિલ્ડીંગની બંને બાજુ બનાવવામાં આવ્યા છે.

શ્રીહરિપ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું કે, સાળંગપુરમાં વિશ્વનુ આધ્યાત્મ જગતનું અને ગુજરાતનું ભવ્યાતિભવ્ય 1100 રૂમવાળું  ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થઈ ગયું છે. જેનું લોકાર્પણ  ગૃહમંત્રી અમિત શાહ, વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, વડીલ સંતો અને વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા 31 ઓક્ટોબર 2024ના રોજ કરાશે..

હરિપ્રકાશદાસજી સ્વામીએ  ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની ડિઝાઈન અંગે ખાસ જણાવ્યું કે, ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની ડિઝાઈનમાં વૈદિક અને વિજ્ઞાનિક લોજિક છે. પહેલી પતંગિયાની વિશેષતા છે કે, શાંતિનું પ્રતિક છે, તે ક્યારેય કોઈને કોઈ જાતનો ઉપદ્રવ કરતું નથી. બીજી પતંગિયાની વિશેષતા છે કે, તે પ્રકાશનો પૂજારી છે પ્રકાશમાં પતંગિયાને આકર્ષણ છે તે અંધકારનો પૂજારી નથી. ત્રીજી પતંગિયાની વિશેષતા છે કે, પંતગિયું સુગંધનું ચાહક છે. ચોથી પતંગિયાની વિશેષતા છે કે, તે અતિ સુંદર છે. પતંગિયું એટલું બધું સુંદર છે કે, ભગવાને તેને એટલું મસ્ત બનાવ્યું છે. ક્યારેય પતંગિયાએ કોઈને હેરાન કર્યા હોય એવો એકપણ દાખલો અત્યારસુધી નથી. એટલે અમે આ મુજબ વિચાર્યું કે, પતંગિયું શાંતિનું પ્રતિક છે,પંતગિયું પ્રકાશનું પૂજારી છે, પતંગિયું સુંદરતાનું પ્રતિક છે અને પતંગિયું સુગંધનું ચાહક છે. એટલે જે કોઈ ભક્ત આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં આવે તેના માટે અમે એવું વિચાર્યું છે કે, એના માટે અમે એવું વિચાર્યું છે કે, તેમને પ્રકાશ, શાંતિ, સુગંધ અને પ્રકાશ મળે. કારણ કે, દાદાના દરબારમાં આવે તે કોઈ દિવસ અંધકાર કે, અંધશ્રદ્ધાનો પૂજારી હોય જ નહીં. તે શ્રદ્ધા, વિશ્વાસ, આત્નનિષ્ઠા અને ભક્તિ જેનામાં હોય એ જ દાદાના દરબારમાં આવે છે. હું ગેરંટી આપીને કહું છું કે, દાદાના દરબારમાં હર વ્યક્તિ કા વિશ્વાસપૂર્ણ હોતા હૈ.”

શ્રધ્ધા, વિશ્ર્વાસ અને ભકિત સાથે લોકો દાદાના દરબારમાં આવે છે: પૂ. વિવેકસાગર સ્વામી

પૂ. વિવેક સાગર સ્વામીએ જણાવ્યું હતુ કે, સાળંગપૂર ધામનો અનેરો ઈતિહાસ છે આશરે  175 વર્ષ પૂર્વે સાળંગપૂર દાદાની સ્થાપના કરવામાં આવી હતી. જે કોઈ ભકતો દાદાના દરબારમાં  આવે છે તેનો વિશ્ર્વાસ પૂર્ણ થાય છે. દાદાના દરબારમાં આવે તે કોઈ દિવસ અંધકાર કે અંધશ્રધ્ધાનો  પુજારી હોય જ નહી તે શ્રધ્ધા વિશ્ર્વાસ, આત્મનિષ્ઠા અને ભકિત જેનામાં હોય એજ દાદાના દરબારમાં આવે છે.

બોટાદમાં એરપોર્ટ-સિવિલ હોસ્પિટલ બને તે અતિ આવશ્યક

સૌરાષ્ટ્રના મુખ્ય પ્રવેશ દ્વાર   એટલે બોટાદ જિલ્લો… સાળંગપૂર ધામ લાખો લોકો જયારે દાદાના દરબારમાં દર્શને આવતા હોય તેની સુવિધા માટે  ખાસ અહી સીવીલ હોસ્પિટલ અને નાનુ એરપોર્ટ બને તો લોકોને ઘણુ ઉપયોગી બને અને ગુજરાત રીલીજીયન ટુરીઝમનો પણ વિકાસ થશે તે ચોકકસ વાત છે. તેમ ‘અબતક’ મીડીયામાં પધારેલા  પૂ. વિવેક સાગર સ્વામીએ જણાવ્યું હતુ.

ભવનના લોકાર્પણ બાદ રૂમોની વ્યવસ્થા ઓનલાઈન મુકાશે

પૂ. વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતુ કે, કોરોનાકાળ બાદ લોકોની જીવનશૈલી બદલાઈ છે.  લોકો સાળંગપુર આવે તેમની  વ્યવસ્થાના ભાગરૂપે 1100 રૂમ સાથેનુંય ભવન તૈયાર કરવામાં આવ્યું છે. 400 રૂમનું ભવનતો હતુ હવે 1100 રૂમના ભવનની  સાથે કુલ 1500 રૂમ ઉપલબ્ધ બન્યા છે. ભવનના લોકાર્પણ બાદ રૂમોની તમામ વ્યવસ્થા ઓનલાઈન મૂકવમાં આવશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.