બુધવારના રોજ ભાજપના પ્રમુખ અમિત શાહને ઉત્તર કોલકાતાના કોસીપોરમાં ભાજપના કાર્યકરના ઘરે લંચ કર્યું હતું, અમિત શાહને લૉકગેટ વિસ્તારના રહેવાસીઓ એ ભાવિ સ્વાગત કર્યું હતું. સાથેજ શંખના શેલો, ફૂલની  પાંખડીઓ ઉડાવી અને આરતીકરી હતી, ઘર સુધી પોચવામાટે એક સાંકડી ગળી માથી જવું પડ્યું હતું. તેમજ એક આમ આદમીની જેમ ભાજપ પ્રમુખ અમિત શાહે જમીન પર બેસી ને કોલકાતાનું પરંપરાગત ભોજન કર્યું હતું. ભોજનમાં ચોખા, મગની દાળ, બટેકા ફ્રાય, કડવી ફ્રાય, ફૂલકોબી કરી, મિશ્ર શાક મીઠાઈઓ અને કેળાના પાન સાથે માટીની બનેલી પ્લેટ પર ભોજન કર્યું હતું. તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયા અને રાજ્યના વડા દિલીપ ઘોષ, રાષ્ટ્રીય સચિવ રાહુલ સિંહા અને નેતા સુરેશ પુજારી જોડાયા હતા. ભાજપનો કાર્યકર જેમના ઘરે ભોજન કર્યું એ એક સમાન્ય ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કામ કરે છે, તેણે કહ્યું હતું કે આજનો દિવશ મારા જીવનનો સૌથી યાદગાર દિવસ છે. સાથે સાથે કેટલાક સ્થાનિક રહેવાસીઓએ દિલગીરી વ્યક્ત કરી અને  બોહળી  સંખ્યામાં લોકોએ અમિત શાહનું અભિવાદન કર્યું હતું. ભોજન લીધા બાદ અમિત શાહ ત્રણ દિવશ માટે કોલકાતાની મુલાકાત માટે એરપોર્ટ જવા રવાના થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.