નરોડા ગામમાં થયેલા હત્યાકાંડમાં માયા કોડનાનીની અરજી બાદ કોર્ટે આદેશ આપ્યો
નરોડા ગામમાં ૨૦૦૨ના રમખાણમાં થયેલા આરોપી માયા કોડનાનીએ કોર્ટમાં અપીલ કરી હતી કે તેઓ હત્યાકાંડ સમયે ઘટના સ્થળે હાજર જ હતા નહીં. આ વાત સાબિત કરવા માટે માયા કોડનાનીએ સાક્ષી તરીકે અમિત શાહ સહિત ૧૩ લોકો બોલાવવાની માગ કરી હતી. ન્યાયધિશ પી.બી. દેસાઈએ આ અપીલને માન્ય રાખીને અમિત શાહને કોર્ટમાં હાજર થવા ફરમાન આપ્યું છે.
વધુમાં ન્યાયધિશે કહ્યું હતું કે, સાક્ષીઓના નિવેદનો બાદ પુરાવાઓનું વિશ્ર્લેષણ કરવામાં આવશે અને ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવશે. આ માટે સાક્ષીઓની જુબાની ઉપર પ્રથમ મહત્વ આપવામાં આવશે.
માયા કોડનાનીને નરોડા પાટીયા હત્યાકાંડમાં ૨૮ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ૨૦૦૨ના કોમી હુલ્લડ સમયે આ હત્યાકાંડ ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો હતો. માયા કોડનાની આ કેસમાં સંડોવણી હોવાનું સાબિત થયા બાદ હાલ તેઓ જામીન ઉપર મુકત થયા છે. ગત ૨૮મી ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ બનેલા આ બનાવમાં માયા કોડનાનીએ અપીલ કરી હતી કે તેઓ હત્યાકાંડ સમયે ગામમાં હાજર હતા જ નહીં અને આ વાત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના ૧૩ લોકો સાબિત કરી શકે છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, ઘટના સમયે હોસ્પિટલ સહિતના સ્થળોએ કામમાં હતા અને આ બનાવમાં તેઓનો કોઈ હાથ નથી.
નરોડા હત્યાકાંડની તપાસ સ્પેશ્યલ ઇનોસ્ટીગેશન ટીમ દ્વારા કરવામાં આવી હતી. ૨૦૦૨ના રમખાણમાં બનેલા મુખ્ય બનાવોમાં નરોડા ગામમાં થયેલા હત્યાકાંડનો પણ સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી રૂપાણીને ૧૯મીએ હાજર રહેવા રાજકોટ કોર્ટનું ‘તેડુ’
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીને ૨૦ વર્ષ જૂના કેસમાં ફરીયાદી તરીકે રાજકોટની અદાલતે તા. ૧૯ એપ્રિલે કોર્ટમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતા જયારે ભાજપના પ્રદેશ અઘ્યક્ષ જીતુ વાધાણી સામે મુંબઇની કોર્ટ વોરંટ બજતા રાજકીય વર્તુળોમાં તરહ તરહની ચર્ચા જાગી છે. પ્રાપ્ત વિગત મુજબ ભારતીય જનતા પક્ષમાંથી બળવો કરી રાજપા પક્ષની તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા રચના કરી હતી અને રાધનપુર ધારાસભાની બેઠક પરથી ૧૯૯૭માં ચુંટણી લડેલ વિજેતા બન્યા હતા.
રાધનપુર વિધાનસભાની બેઠકમાં રાજકોટના તત્કાલીન મેયર વિજયભાઇ ‚પાણી ચૂંટણી પ્રચારમાં ગયા હતા. ત્યારે શંકરસિંહ વાઘેલાના વિજયથી રાજકોટ શહેરમાં રાજપા દ્વારા રેલી યોજી હતી તે રેલી તત્કાલીન મેયર વિજયભાઇ ‚પાણીના ઘર બહાર સુત્રોચ્ચાર, પથ્થરમારો કરી સળગતા ફટાકડા ઘર પર ફેંકી નુકશાન કરવામાં આવ્યું હતું. આ બનાવના બીજા દિવસે તા. ૭/૪/૧૯૯૭ નારોજ તત્કાલીન મેયર વિજયભાઇ ‚પાણીએ પ્ર.નગર પોલીસ મથકમાં કશ્યમ શુકલ, વિજય ચૌહાણ, નિલેશ પંડયા, હરેશ નકુમ અને રાજેશ સોનપાલ સહીતના શખ્સો સામે ફરીયાદ નોંધાવતા પોલીસ આઇ.પી.સી. ૩૩૬, ૪૨૭ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. આ કેસ સુનાવણી કોર્ટમાં હાથ ધરાતા તત્કાલીન મેયર અને હાલના રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રાજકોટના સીનીયર સીવીલ જજ આર.ડી. મહેતાએ આગામી તા.૧૯ એપ્રિલના રોજ અદાલતમાં હાજર રહેવા સમન્સ ઇસ્યુ કરવામાં આવ્યું છે.