દેશના વિવિધ ધર્મસ્થાનકોમાંથી સંતો–મહંતોનું આગમન: ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
રામમંદિર મુદ્દે ધર્મસભામાં વ્યુહરચના ઘડાશે
શહેરની ભાગોળે આર્ષ વિઘા મંદીર ખાતે શરુ થયેલી બે દિવસીય ધર્મસભામાં આજે ભાજપ અઘ્યક્ષ અમીત શાહ અને ભાજપ સાંસદ ડો. સુબ્રમણ્યમસ્વામી હાજરી આપશે. જે માટે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
રામજન્મ ભૂમિ અયોઘ્યામાં માત્ર રામમંદીર જ બને અને હિન્દુ સમાજને સંગઠીત કરવાના એકમાત્ર ઘ્યેગ સાથે રાજકોટના આંગણે યોજાયેલી ધર્મસભામાં ભાજપના દિગ્ગજો અમીત શાહ અને ડો. સુબ્રમણ્યમસ્વામી સાથે દેશના વિવિધ વિસ્તારોમાંથી સંતો-મહંતો હાજરી આપી રામમંદીરના નિર્માણ માટે આગામી કાર્યક્રમોની વ્યુહરચના ઘડાશે. ગઇકાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક ડો. મોહન ભાગવતની સાથે પણ પ્રખ્યાત ધર્મ સ્થાનકોના સંતો-મહંતોએ હાજરી આપી હતી. દેશમાંથી પધારેલા તમામ મહાનુભાવો માટે રાજકોટમાં ઝેડ પ્લસ સુરક્ષા ગોઠવાઇ હતી.
તેમજ રામ મંદિર મુદ્દે અને હિન્દુ સમાજના સંગઠન બાબતે બેઠકોનો દોર થયો હતો. બે દિવસીય ધર્મસભાની તમામ વિગતો તેમજ નિર્ણયો ખાનગી રાખવાનું આયોજકો દ્વારા જણાવાયું છે. આજે મુંઝકા ગામે ભાજપ અઘ્યક્ષ અમિત શાહ અને ભાજપ સાંસદ ડો. સુબ્રદમણ્યસ્વામી આવી પહોંચતા ચુસ્ત બંદોબસ્ત સાથે ગ્રામલોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.