•  શંકુઝ હોસ્પિટલ માંથી ચોરાયેલી બોલેરો ગાડી લાંઘણજ પોલીસે ચાર કલાકમાં ગાડી તેમજ આરોપીને પકડી પાડ્યા

મહેસાણા ન્યૂઝ :  શંકુઝ હોસ્પિટલ પાર્કિંગમાંથી બોલેરો ગાડી ચોરાયાની શામળાભાઈ લાખાભાઈ પટેલે ફરિયાદ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી જેની તપાસ લાંઘણજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એસ સિંદે પીસી સંકેતભાઈ તેમજ યોગેશભાઈ હેડ કોન્સ્ટેબલ જયદીપભાઇ ચૌધરી શંકુઝ હોસ્પિટલમાં તપાસ માટે ગયા હતા.

જ્યાં સંકુલ હોસ્પિટલના સિક્યુરિટીની શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી સિક્યુરિટી ની પૂછપરછ કરતા બોલેરો ગાડીની ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી જેમાં આરોપી સિક્યુરિટી ધવલકુમાર સનાભાઇ ગરાસીયા રહે આંબલીયાસણ મૂળ સંતરામપુર તેમજ કનૈયાલાલ બાબુરામ પટેલ રહે રાયસણ હાલ બાલિયાસણ ની ધરપકડ કરી વધુ તપાસ લાગન જ પોલીસ ચલાવી રહી છે.

કિશોર ગુપ્તા 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.