વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માં ન ધરાવતા આપણા દેશનું લોકતંત્ર પાયાગત રીતે ચાલતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી થી લઈને દેશની મહાપંચાયત સુધીની સંસ્થાઓ માટે ચૂંટણી વ્યવસ્થા નું એક વિશિષ્ટ માળખું ધરાવીએ છીએ પાંચ વર્ષે આવતી ચૂંટણી ના અલગ-અલગ પાંચ તબક્કાઓમાં ગ્રામ પંચાયત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, તાલુકા પંચાયત, જીલલા પંચાયત, વિધાનસભા અને લોકસભાની રચના માટે યોજવામાં આવતી ચૂંટણીઓ અને આ પ્રક્રિયા આમતો આખું વર્ષ ચાલે છે એ વાત અલગ છે કે હવે દેશના નીતિવિષયક ગજબનો વન નેશન વન ઈલેકશનના ક્ધસેપ્ટને વ્યવહારુ બનાવવા એક જ ચૂંટણીમાં પાસે સ્તરની એક સાથે જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળી જાય અને સમય અને નાણાં ના વ્યયને અટકાવી શકાશે ચૂંટણી પ્રક્રિયા સતત સુધરી રહી છે ત્યારે ચૂંટણી ટાણે જેવી રીતે રાજકીય અપરાધીકરણ અને ગુનેગારોના રાજકીય પક્ષો માં ગોઠવણની ની વાતોથાય છે તેવી જ રીતે ચૂંટણીના માહોલમાં આયારામ ગયારામ ની સિઝન પણ પુર બહારમાં ઉભી થતી હોય છે ગુજરાતમાં પણ અત્યારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના માહોલમાં ભાદરવાના ભીંડા ની જેમ પક્ષ પલટુ પરિબળો ટૂંકા રાજકીય લાભ માટે મેદાનમાં આવી જતા હોય છે લોકસેવા અને રાજકારણ એ જ રાષ્ટ્ર સેવા નું માધ્યમ સે જો કે સમય અને સંજોગો તે સેવાના આ માધ્યમને મેવાનું વિષય બનાવી દીધો છે પક્ષ બદલી અને આયારામ ગયારામ આ માહોલમાં મતદારોએ જાગતા રામ બનીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો રહે છે પક્ષને સિદ્ધાંતના લેખાજોખા પર મતદારો તેમના પ્રતિનિધિ પર મતની મહોર મારતા હોય છે ચૂંટણી સમયે પોતાના પક્ષમાં વજન ઊભું ન થાય તો મતદારો અને સમર્થકો ની લાગણીનો દ્રોહ કરીને લોકસેવકો પોતાના મુખવતા બદલી દેતા હોય છે જોકે ચૂંટાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ના પ્રતિનીધીઓ ની આયારામ ગયારામ ની વિચારસરણી અને ટૂંકા લાભની મનોવૃત્તિ સામે પક્ષાંતર ધારો અમલમાં છે, પરંતુ ચૂંટણી સમયે ઘણી ટિકિટ ને લઈને નારાજગીના પરિણામે એક માંથી બીજા પક્ષમાં જવાની હવે ફેશન થઇ ગઇ છે લોકતંત્રમાં રાષ્ટ્ર સેવા માટે જનપ્રતિનિધિ બનવાનો તમામને અધિકાર છે ચૂંટણીમાં ઊભા રહીને રાજકીય જવાબદારી મળવાથી પોતાની સેવાનો વ્યાપ અને રાજકીય શક્તિ મળવાથી સેવા વધુ સારી રીતે થાય છે પરંતુ એનો મતલબ એ નથી કે સેવા કરવી હોય તો ચૂંટાવવું પડેચૂંટણીમાં ઊભા રહ્યા વગર પણ સેવા કરી શકાય અત્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે આયારામ ગયારામ ના આ માહોલમાં ઉમેદવારોનું રાફડો ફાટયો છે ત્યારે મતદારોએ પણ પોતાના મતના ઉપયોગ પૂર્વે મતિ ને સજાગ્ રાખવી જોઈએ
Trending
- પાઈન નટ્સ આર્થરાઈટિસના દુખાવામાં રામબાણ ઈલાજ, તેને રોજ ખાવાથી મળશે આટલા ફાયદા
- #MaJaNiWedding : ‘વાત વાતમાં’ શરુ થયેલો પ્રેમ પહોચ્યો લગ્ન સુધી
- 13ના આંકડાને કેમ “અનલકી” માનવામાં આવે છે ? શું છે આ અશુભ નંબરની વાત
- 25 દિવસમાં પાંચ હત્યા નીપજાવનાર સિરિયલ કિલર રાહુલ જાટની ધરપકડ
- રાજુલા: ઘાતરવાડી ડેમ બચાવવા કવોરી લિઝો બંધ કરવા બુલંદ માંગ
- ગુજરાત પ્રવાસન વિભાગની અનોખી પહેલ; ફોટો ક્લિક કરો અને ઈનામ મેળવો
- 97 વર્ષ પહેલા રાજાશાહીના સમયમાં બનેલી જી.જી હોસ્પિટલનું 500 કરોડના ખર્ચે નવ નિર્માણ
- National Milk Day 2024 : જાણો શા માટે ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ!