• સોનાની સાથે ચાંદી પણ આસમાને : ચાંદીની વધતી જતી ઔદ્યોગિક માંગને કારણે ચાંદીના બજાર મૂલ્યમાં થયો વધારો

સોનાને ક્યારેય કાટ લાગતો નથી. સોના ભાવમાં ગમે તેટલી વધ-ઘટ આવે પરંતું સદીઓથી સોનાની માંગ ટોચ પર રહી છે. પરંતુ આજના સમયમાં સોનાં સાથે ચાંદીની માંગમાં પણ વધારો થયો છે. માંગ વધવાની સાથે ચાંદીના ભાવમાં પણ ખાસ્સો વધરો નોંધાયો છે. ચાંદી હવે માત્ર એક ઘરેણું ન રહેતા તેનો વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ વધી રહ્યો છે. આ વર્ષે તીવ્ર દોડધામ પછી, ચાંદીના ભાવ ₹1 લાખ પ્રતિ કિલોના આંકને સ્પર્શતા હતા, વિશ્લેષકો માને છે કે રોકાણકારો આગામી 1થી 3 મહિનામાં મંદી પર ખરીદી કરી શકે છે અને તેમના પોર્ટફોલિયોના 3-5 ટકા ચાંદીની ખરીદી પર ફાળવી શકે છે.

કેલેન્ડર 2024 ની શરૂઆતથી, ચાંદી 33.65% ની વૃદ્ધિ સાથે ₹1 લાખ પ્રતિ કિલોના ટોચના ભાવે સ્પર્શી ગઈ છે. માત્ર છેલ્લા મહિનામાં આ દર 12.5% વધ્યો હતો. કેલેન્ડર વર્ષ દરમિયાન 12.5% વળતર આપનાર નિફ્ટી 50 કરતા ચાંદીએ સારો દેખાય કર્યો છે. જે પાછલા મહિનામાં 5.6% ઘટ્યું. ડોલરના સંદર્ભમાં, સમાન સરખામણીમાં ચાંદી અનુક્રમે 47.25% અને 13.56% વધી હતી.માસ્ટર કેપિટલ સર્વિસિસના એવીપી-રિસર્ચ એન્ડ એડવાઇઝરીના  વિષ્ણુકાંત ઉપાધ્યાયે જણાવ્યું હતુ કે ચાંદીનો વ્યાપકપણે ઇલેક્ટ્રોનિક્સ, સોલાર પેનલ્સ, બેટરીમાં અને સેમિક્ધડક્ટર્સમાં વધુને વધુ ઉપયોગ થાય છે, જે તેને આધુનિક ટેક્નોલોજીમાં એક મહત્વપૂર્ણ ઘટક બનાવે છે. ફેડરલ રિઝર્વ દ્વારા અન્ય દરમાં કાપની અપેક્ષા સાથે ચાંદીની વધતી જતી ઔદ્યોગિક માંગને કારણે ચાંદીના બજાર મૂલ્ય વધારો થઈ રહ્યો છે.મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના બુલિયન એનાલિસ્ટ માનવ મોદીએ જણાવ્યું હતું કે, “વધતી ઔદ્યોગિક માંગ, ઊંચી સ્થાનિક આયાત, રોકાણકારો દ્વારા ઇટીએફની ખરીદી અને ફેડના દરમાં ઘટાડો ચાંદી માટે સહાયક છે.” મોદી માને છે કે આગામી 12 મહિનામાં ચાંદીનો ભાવ વધીને ₹1.25 લાખ પ્રતિ કિલો થઈ શકે છે. જેમ જેમ ટેક્નોલોજી આગળ વધે છે અને ઈલેક્ટ્રોનિક્સ અને સેમિક્ધડક્ટર્સની માંગમાં વધારો થાય છે તેમ, ચાંદીની માંગ મજબૂત રહેશે જેના કારણે ભાવમાં વધારો થશે.જો કે, કેટલાક ફંડ મેનેજરો માને છે કે ચાંદીની લાંબા ગાળાની અપેક્ષા આબોહવા પરિવર્તન અને ગ્રીન ટેક પહેલને વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓ દ્વારા કેવી રીતે સ્વીકારવામાં આવે છે અને તેનું પાલન કરવામાં આવે છે તેના પર નિર્ભર રહેશે. નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના કોમોડિટીના વડા અને ફંડ મેનેજર વિક્રમ ધવને જણાવ્યું હતું કે, “જો રોકાણકારો પૃથ્વીના વધતા તાપમાનની સમસ્યા અને તેના પરિણામોમાં માનતા હોય, તો ચાંદી પ્રોક્સી હેજ તરીકે કામ કરી શકે છે.”

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.