કાળ જાળ ગરમીએ દરેકને હેરાન પરેશાન કરી રાખ્યા છે. આવી ગરમીમાં કોઈને ઘરની બહાર જવું પણ નથી ગમતું તો લગ્ન પ્રસંગમાં જવું તો kaik અલગ જ વાત થઈ.આવી ગરમીમાં વર પક્ષ તરફથી જાનમાં જવું દરેક માટે એક આપતી જનક વાત કહેવાય પરંતુ શું તમને આ કાળ-ઝાળ ગરમીમાં રાહત પણ મળે અને જાનમાં જવા પણ મળે તો મોજ પડી જાય ને !! આવી જ એક ઘટના સુરતમાં બની છે. આ ઘટનામાં એક અનોખો વીડિયો સોસિયલ મીડિયામાં વાયરલ થયો છે. જ્યાં વરઘોડો મંડપ સાથે નીકળ્યો હતો.
ગરમીથી બચવા માટે સુરતમાં એક પરિવારે નવો ઉપાય શોધી કાઢ્યો છે. આ ઉપાય જોઈને કદાચ તમે પણ તમારા સગાના લગ્નમાં આ ઉપાય અપનાવશો. આ વીડીયોમાં પીળા રંગના મંડપની અંદર લોકો વરઘોડામાં નાચી રહ્યા છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.અત્યાર સુધી તમે વરઘોડા નીકળતા તો જોયા જ હશે પરંતુ સુરતના એક પરિવારે વરઘોડો કઈક અલગ રીતે જ કાઢ્યો હતો. બળદગાડા, જેસીબીમાં કે અન્ય એવા અનેક વરઘોડો તમે જોયા હશે જે લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ વરઘોડાને જોતા પ્રાચીન સંસ્કૃતિ અને જૂના રીત-રિવાજ ઉજાગર બન્યા.
અગાઉ સાવરકુંડલાના નેસડી ગામે બળદગાડા સાથે નીકળેલો વરઘોડો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. 10 જેટલા બળદગાડા અને 10 ઘોડીઓ સાથે નેસડી ગામની બજારમાં નીકળેલા વરઘોડાને જોવા લોકોના ટોળા ઉમટી પડયા હતા. 20૦ વર્ષ સુધી સરપંચપદે રહેનાર હિંમતભાઈ ગેવરીયાના પુત્રી જયદિપના લગ્ન પ્રસંગે આ વરઘોડો નીકળ્યો હતો.