મેટ્રો સિટીમાં હજુ યુપીઆઈનું ચલણ, પણ ગ્રામ્યમાં તો રોકડ જ સર્વસ્વ

ડિજિટલાઇઝેશનની બોલબાલા વચ્ચે આજે પણ રોકડ મહાન છે. મેટ્રો સિટીમાં ભલે હજુ યુપીઆઈનું ચલણ વધ્યું હોય, પણ ગ્રામ્ય વિસ્તારોમાં તો રોકડ જ સર્વસ્વ છે. રોકડ ઉપર જ લોકોને વિશ્વાસ છે.

ભારતમાં ડિજિટલ ક્ષેત્રે ક્રાંતિ આવી છે. ખાસ કરીને નોટબંધી બાદ લોકોને યુપીઆઈની મહ્ત્વતા સમજાય છે. જેને પરિણામે એક વર્ગ યુપીઆઈ તરફ વળ્યો છે.જો કે આ દરમિયાન પણ રોકડની બોલબાલા હજુ યથાયત જ રહી છે. મેટ્રો સિટીમાં યુપીઆઈનું ચલણ વધ્યું છે. પણ ગ્રામ્ય વિસ્તારોમાં તો હજુ લોકો રોકડને જ મહત્વ આપે છે.  બીજી તરફ મેટ્રો સિટીમાં યુપીઆઈનું ચલણ વધ્યું છે તેનું કારણ એ છે કે લોકો એવું વિચારે છે કે રોકડ એટલે કાળું નાણું ગણાશે. ઉપરાંત તેની સલામતી પણ મુશ્કેલ છે.

જો કે રોકડ વધુ પ્રમાણમાં રાખવા પાછળનું કારણ એ છે કે અત્યારે સાઇબર ક્રાઇમનું પ્રમાણ વધ્યું છે. લોકો બેંકમાં નાણા રાખવામાં પણ અસલામતી અનુભવે છે. આ બધા કારણો વચ્ચે સમાજનો મોટો વર્ગ અત્યારે રોકડને જ સર્વસ્વ માને છે. બીજી તરફ યુપીઆઈના અનેક ફાયદાઓ હોય, એટલે પણ તેનું ચલણ વધી રહ્યું છે. એક બીજાને પૈસા ટ્રાન્સફર કરવા માટે યુપીઆઈ એક સરળ અને ઝડપી માધ્યમ બન્યું છે. જેને કારણે યુપીઆઈના વ્યવહારો વધ્યા છે. પણ સ્થાનિક બજારોમાં તો રોકડનો ઉપયોગ જ સૌથી વધુ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.