ઉત્તરપ્રદેશમાં ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત દરમિયાન વડાપ્રધાને નામ લીધા વગર વિરોધ પક્ષને આડાહાથે લીધો: નવુ ભારત પરિવાર દ્વારા નહીં પરંતુ સખત મહેનતથી નક્કી થાય છે, પદ નહીં મેડલ જીતીને લાવે છે: નરેન્દ્ર મોદી
વિરોધ પક્ષના હંગામાના કારણે સંસદનું ચોમાસુ સત્રમાં ધાર્યા કામો થતા ન હોય આજે વડાપ્રધાને વિરોધ પક્ષને આડેહાથે લેતા એવો પ્રહાર ર્ક્યો હતો કે, કેટલાંક લોકો સંસદને કામ કરવા દેતા નથી પરંતુ તેઓ યાદ રાખે કે દેશ તમામ અવરોધો વચ્ચે આગળ વધ્યો છે અને વધતો રહેશે. આજે ઉત્તરપ્રદેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત દરમિયાન વડાપ્રધાને કેટલીક વાતો કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બુધવારે વંશવાદ અને પરિવારવાદની રાજનીતિ માટે વિપક્ષને સખત નિશાન બનાવ્યું છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેવાય)નાં લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરતા વડાપ્રધાન એ કહ્યું કે, કેટલાક રાજકીય પક્ષોએ ઉત્તરપ્રદેશને માત્ર રાજકારણનાં ચશ્મા દ્વારા જોયું પરંતુ હવે ડબલ એન્જિન સરકારે રાજ્યને જોવાની રીત બદલી છે. આ પ્રસંગે નામ લીધા વગર વડાપ્રધાને ગાંધી પરિવાર પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, નવું ભારત પરિવાર દ્વારા નહીં પરંતુ સખત મહેનતથી નક્કી થાય છે અને નવું ભારત પદ નહીં પણ મેડલ જીતીને લાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનાં લાભાર્થીઓ સાથે વાતચીત કરી. વડાપ્રધાન મોદીએ વિનંતી કરી કે તેમણે વધુને વધુ લોકોને કોવિડ-19 સામે રસીકરણ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ અને અફવાઓમાં વિશ્વાસ ન કરવો જોઈએ. આ સાથે જ વડાપ્રધાન મોદીએ આ દરમ્યાન કહ્યું કે, આજની તારીખ 5 ઓગસ્ટ ખૂબ જ ખાસ બની ગઈ છે.
આ 5 ઓગસ્ટ જ છે, જ્યારે બે વર્ષ પહેલા દેશે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને વધુ મજબૂત કરી હતી. 5 ઓગસ્ટનાં રોજ જ કલમ 370 હટાવીને જમ્મુ-કાશ્મીરનાં દરેક નાગરિકને દરેક અધિકાર, દરેક સુવિધામાં સંપૂર્ણ સહભાગી બનાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ 5મી ઓગસ્ટ છે જ્યારે ઘણા ભારતીયોએ સેંકડો વર્ષો પછી ભવ્ય રામ મંદિરનાં નિર્માણ તરફ પ્રથમ પગલું ભર્યું.
આજે અયોધ્યામાં ઝડપી ગતિએ રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આજે 5 ઓગસ્ટની તારીખ, ફરી એકવાર આપણા બધા માટે, ઉત્સાહ અને ઉમંગ લઈને આવી છે. આજે ખુદ દેશનાં યુવાનોએ ઓલિમ્પિક મેદાન પર હોકીનું પોતાનું ગૌરવ ફરી સ્થાપિત કરવા તરફ મોટી છલાંગ લગાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એક તરફ આપણો દેશ, આપણા યુવાનો ભારત માટે નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે, તેઓ વિજયનું લક્ષ્ય ધરાવે છે, જ્યારે દેશમાં કેટલાક લોકો એવા છે જે રાજકીય સ્વાર્થ માટે આત્મ-લક્ષ્યમાં રોકાયેલા છે. દેશ શું ઈચ્છે છે, દેશ શું હાંસલ કરી રહ્યો છે, દેશ કેવી રીતે બદલાઈ રહ્યો છે તેની તેમને ચિંતા નથી.
વડાપ્રધાન મોદીએ કહ્યું, આ મહાન દેશ આવી સ્વાર્થી અને રાષ્ટ્રવિરોધી રાજનીતિનું બંધક ન બની શકે. આ લોકો દેશનાં વિકાસને રોકવાનો ગમે તેટલો પ્રયત્ન કરે, આ દેશ તેનાથી રોકાવાનો નથી. દરેક મુશ્કેલીને પડકારતા દેશ દરેક મોરચે ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. જેઓ માત્ર તેમની સ્થિતિ માટે ચિંતિત છે, તેઓ હવે ભારતને રોકી શકતા નથી. રેન્ક નહીં મેડલ જીતીને નવું ભારત વિશ્વ પર રાજ કરી રહ્યું છે. નવા ભારતમાં આગળ વધવાનો માર્ગ પરિવાર દ્વારા નહીં, પણ સખત મહેનતથી નક્કી થશે અને તેથી, આજે ભારતનો યુવક કહી રહ્યો છે ભારત ચાલી રહ્યુ છે, ભારતનો યુવા પણ ચાલી રહ્યો છે.