હાર્દિક પટેલના પિતાની પ્રથમ પુણ્યતિથીમાં ભાજપ-કોંગ્રેસના મોટામાથાઓની હાજરી
અબતક-રાજકોટ
કાર્યકારી પ્રદેશ પ્રમુખ હોવા છતા હાર્દિક પટેલને કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી હોદ્ા મુજબ માન-પાન મળતા નથી. તેઓ કોંગ્રેસથી ભારોભાર નારાજ છે. વિરોધીઓ તેઓને કોંગ્રેસમાંથી હાંકી કાઢવા માંગે છે તેવું નિવેદન પણ આપી ચુક્યા છે. દરમિયાન વિધાનસભાની ચૂંટણી વર્ષમાં આજે વિરનગર ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર બની રહ્યું છે. હાર્દિક પટેલના પિતાની આજે પ્રથમ પુણ્યતિથિની ઉજવણીમાં 10 હજારથી વધુ લોકોને સામેલ થવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કોંગ્રેસ ઉપરાંત ભાજપના પણ કેટલાક મોટા માથાઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી અને ભાજપના અધ્યક્ષ પણ હાજરી આપે તેવી શક્યતા છે. આજે ભાજપ-કોંગ્રેસની નજર વિરનગર પર રહેલી છે. સામાન્ય રીતે પુણ્યતિથિ જેવો અવસરને રાજકીય રંગ અપાતો હોદ્ો નથી પરંતુ કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલના પિતાની આજે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે.
વિરનગર ખાતે કરવામાં આવી રહેલી પુણ્યતિથિની ઉજવણીમાં ભાજપના નેતા, કોંગ્રેસના નેતાઓ સહિત 10 હજારથી વધુ લોકોને સામેલ થવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કોઇ સત્તાવાર કાર્યક્રમ જાહેર કરાયો નથી છતા એવી ચર્ચાઓ ચાલી રહી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ હાજરી આપે તેવી સંભાવના રહેલી છે.
જો સીએમ અને ભાજપ અધ્યક્ષ હાજરી આપશે તો ગુજરાતના રાજકારણમાં નવો પવન ફૂંકાશે. કારણ કે કોંગ્રેસથી ભારોભાર નારાજ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઇ જાય તેવી સંભાવના જણાય રહી છે. આવામાં આજે વીરનગર ગુજરાતના રાજકારણમાં એપી સેન્ટર બન્યું છે. પિતાની પુણ્યતિથિની ઉજવણી બીજા અર્થમાં હાર્દિકનું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. માનવ મેદની એકત્રીત કરી હાર્દિક એ વાત પ્રસ્થાપીત કરવા માંગે છે તેની તાકાત હજી ઘટી નથી.