જામનગરમાં ચાર કલાકમાં સાંબેલા ધારે ચાર ઈંચ ખાબકયો: ધંધુકામાં 3॥ અને જોટાનામાં 3 ઈંચથી સર્વત્ર પાણી પાણી
સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં મેઘાવી માહોલ વચ્ચે રાજયના 77 તાલુકાઓમા 4 ઈંચ સુધી વરસાદ: તંત્ર એલર્ટ
સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજયભરમાં આજથી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદનીઆગાહી વચ્ચે આજે સવારથી રાજયના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.રાજકોટમાં પણ મેઘાડંબર છવાયેલું છે વાતાવરણ એક રસ હોય મેઘરાજા ગમે ત્યારે તુટી પડે તેવું લાગી રહ્યું છે. સવારથી રાજયનો 77 તાલુકામા 4 ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. હજી વરસાદ ચાલુ હોવાના અહેવાલો મળી રહ્યા છે. ગુજરાત માટે આજથી ચાર દિવસ અતિભારે મનાય રહ્યા છે. જામનગરમાં સવારે છ થી દશ સુધીના ચાર કલાકના સમયગાળામાં ચાર ઈંચ જેટલો વરસાદ વરસી જતા સર્વત્ર પાણી પાણી જેવી સ્થિતિ સર્જાઈ જવા પામી હતી. અમદાવાદના ધંધુકામાં સાડાત્રણ જયારે મહેસાણાના જોટાનામાં 3 ઈંચ જેટલો વરસાદ પડયો હતો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. રાજયમાં છેલ્લા એક પખવાડીયાથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજયના
158 તાલુકાઓમાં વરસાદ પડયો હતો. આજથી ચાર દિવસ રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં રેડએલર્ટ આપવામા આવ્યું છે. એટલે કે અતિભારે વરસાદનીઆગાહી આપવામાંઆવી છે.રાજયભરમાં વરસાદી વાતાવરણ છવાયું છે. સવારથી રાજયના 58 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. જામનગરમાં ચાર ઈંચ વરસાદ ખાબકયો હતો જયારે અમદાવાદનાં ધંધુકામાં મા ત્રણ કલાકમાં 3 ઈંચ વરસાદ વરસી જતા જળબબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી હતી. જોટાના ત્રણ ઈંચ અને મહેસાણામાં બે ઈંચ વરસાદ પડયો હતો. , વિજયનગરમાં દોઢ ઈંચ વરસાદ વરસી ગયો હતો. ગીર સોમનાથના સુત્રાપાડામાં સવા ઈંચ, વરસાદ પડયો હતો. સુરેન્દ્રનગર, જામનગર, ગીર સોમનાથ, કચ્છ, દેવભૂમી દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને બોટાદ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.
બિપરજોય વાવાઝોડાની અસરનાં કારણે પ્રથમ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવણી લાયક વરસાદ વરસી ગયા બાદ છેલ્લા 14 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો હોવાના કારણે હવે જગતાત મેઘરાજાને ખમૈયા કરવા રિતસર વિનવી રહ્યો છે. આજથી ચાર દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી અનેક વિસ્તારોમાં સાંબેલાધારે વરસાદ વરસી રહ્યો છે.
ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈરહી છે. અનેક જળાશયો ઓવર ફલો થઈ ગયા છે. અતિભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડપર આવી ગયું છે.
, જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના અનુસંધાને આજે શુક્રવારે સવારે જામનગર શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી, સવારે 6.00 વાગ્યાથી 10.00 વાગ્યા સુધીના ચાર કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર ચાર ઇંચ વરસાદ પડી જતાં અનેક વિસ્તારોમાં જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
વહેલી સવારે 6.30 વાગ્યે સૌપ્રથમ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, પરંતુ મેઘરાજાએ તોફાની બેટિંગ નો પ્રારંભ કર્યો હતો, અને ચાર કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર 4 ઇંચ વરસાદ વરસી ગયો હતો. હવામાન વિભાગના જણાવાયા અનુસાર જામનગર શહેરમાં 10.00 વાગ્યા સુધી માં 101 મી.મી. પાણી પડી ગયું છે. શહેરના અનેકકનીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી લોકોમાં ફરીથી ભયનો માહોલ સર્જાયો ભય નો માહોલ સર્જાયો હતો, તેમજ વહેલી સવારે અનેક વાહન ચાલકો પાણી ના પ્રવાહ ના કારણે અટવાઈ પડ્યા હતા.
જોકે 9.45 વાગ્યાથી મેઘરાજા એ વીરામ લીધો હતો, અને મહદ અંશે ઉઘાડ થયો હતો, અને ધીમે ધીમે પાણી ઓસર્યા હતા. જામનગરની સાથે સાથે જોડિયામાં પણ આજે સવારે મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યું હતું, અને પ્રથમ બે કલાકમાં જ એક ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. જોકે જિલ્લાના અન્ય તાલુકા મથકોમાં માત્ર વરસાદી વાતાવરણ રહ્યું છે, અને હજુ વરસાદ થાય તેવા સંકેતો મળી રહ્યા છે.
કાલાવડમાં ગઈકાલે બપોરે ચાર ચાર વાગ્યા બાદ મેઘરાજાએ હેત વરસાવ્યું હતું, અને ત્રણ કલાકના સમયગાળા દરમિયાન 47 મી.મી. વરસાદ નોંધાયો હતો. તે જ રીતે લાલપુરમાં 17 મી.મી. અને જામજોધપુર માં 12 મી.મી. વરસાદ નોંધાયો હતો.
ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામમાં ગઈકાલે 35 મી.મી. વરસાદ નોંધાયો છે. તે જ રીતે જામજોધપુર તાલુકાના મોટા ખડબામાં 22 મી.મી., હરિપરમાં 10 મી.મી., જામનગર તાલુકાના મોટી ભલસાણ માં 14 મી.મી. અને અલિયાબાડામાં 10 મી.મી. વરસાદ નોંધાયો છે.
જામનગર જિલ્લાના ડેમો ની વાત કરવામાં આવે તો જિલ્લાના 25 જળાશયો પૈકી 9 ડેમો માં નવા પાણીની આવક થવાથી ફરીથી નવ ડેમ ઓવર ફ્લો થયા છે, જ્યારે ત્રણ ડેમના પાટિયા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.
મેઘરાજાએ 12 દિવસમાં 25% ખાદ્ય પુરી દીધી!!
સંભવિત અલ નિનોની અસરને લીધે ચોમાસુ નબળું રહે તેવી વાતો વચ્ચે ફકત 12 જ દિવસમાં મેઘરાજાએ વરસાદની 25% ખાદ્ય પુરી દીધી છે. ફકત 12 દિવસ પૂર્વે વરસાદની સરેરાશ 30% ખાદ્ય હતી જે હાલ ઘટીને ફકત 5% એ પહોંચી ગઈ છે. તેમાં પણ ખાસ ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ ચાલુ માસમાં મેઘરાજા ફરીવાર સટાસટી બોલાવનાર છે જેના લીધે ચોમાસુ ટનાટન બની જશે. જોકે ચોમાસાએ હજુ ઘણું કરવાનું બાકી છે.
1 જૂને ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ત્યારથી દેશના 36 હવામાનશાસ્ત્રીય પેટાવિભાગોમાંથી 16માં ઓછો વરસાદ થયો હતો, એટલે કે સામાન્ય કરતાં 20% ઓછો વરસાદ નોંધાયો હતો. જેમાં કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર (તટીય પટ્ટા સિવાય), તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને બંગાળના મેદાનોનો સમાવેશ થાય છે. જો કે છેલ્લા બે સપ્તાહમાં આ તમામ પેટાવિભાગોમાં ખાધ ઘટી છે અને આગામી દિવસોમાં વધુ વરસાદ થવાની સંભાવના છે. આઈએમડીના વડા મૃત્યુંજય
મહાપાત્રાએ જણાવ્યું હતું કે, હાલના સંકેતો પરથી જુલાઈમાં વરસાદ સામાન્ય શ્રેણી (94% થી 106%) ના ઊંચા અંતમાં રહેવાની સંભાવના છે. અમે આગામી બે અઠવાડિયા સુધી સક્રિય ચોમાસાની સ્થિતિ ચાલુ રહેવાની અપેક્ષા રાખીએ છીએ.”
ચાર દિવસ ભારે: આજે અમરેલી, ભાવનગર, સુરેન્દ્દનગરમાં રેડ જયારે બોટાદમાં ઓરેન્જ એલર્ટ
જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દીવ અને દમણમાં ઓરેન્જ અલર્ટ તો પોરબંદર, રાજકોટ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, તાપીઅને, ડાંગમાં આજે યેલો અલર્ટ: માછીમારોને દરિયો ન ખેડવા સૂચન
ગુજરાતમાં ટૂંકા વિરામ બાદ ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હજુ ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકોએ તો પૂર જેવી સ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું પડે તેમ છે. આવામાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. થાસ કરીને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી છે. આ વચ્ચે આજે વરસાદને લઇ કેટલાક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયું છે. વરસાદને લઇ કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દીવ અને દમણમાં ઓરેન્જ અલર્ટ છે. તો પોરબંદર, રાજકોટ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, તાપીઅને, ડાંગમાં આજે યેલો અલર્ટ છે. આજથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ આગાહી કરતા જણાવ્યું કે, આજથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સહિતના રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હાલ અરબ સાગરમાં સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ એક્ટિવ હોવાના કારણે ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ રહેશે. દરેક જગ્યાએ રાજ્ય સરકાર, માછીમારોને તમામ જગ્યાએ એલર્ટ માટે સૂચના આપવામાં આવ્યા છે. હાલમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેથી આજથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ અને, કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વરસાદ હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વારો પાડશે. વાતાવરણમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી છે. હાલમાં રાજ્યમાં વરસાદનું હવામાનનું ઓરેન્જ અલર્ટ છે.
ચાર દિવસ ક્યાં વરસાદ રહેશે
આજે: નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢમાં અતિભારે વરસાદની આગાહી. તો આણંદ, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, ભાવનગર, પોરબંદર, રાજકોટ અને દીવમાં ભારે વરસાદ રહેશે.
શનિવારે: નવસારી, વલસાડ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં અતિભારે વરસાદની આગાહી. જેમાં ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, જુનાગઢ અને રાજકોટમાં ભારે વરસાદ રહેશે.
રવિવારે: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને કચ્થમાં અતિભારે વરસાદ પડશે. તો અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દેવભૂમિ દ્વારકા, જામનગરમા અને મોરબીમાં ભારે વરસાદ રહેશે.
સોમવારે: બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદ, જ્યારે કે મહીસાગર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીમાં ભારે વરસાદ પડશે.