ચોમાસામાં ચેતવા જેવી હાલત, સુધારવામાં કોઈને રસ જ નથી

સ્વચ્છ ભારત અભિયાન અને આઝશદીકા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે જિલ્લાની સૌથી મોટી  સ્વરાજય સંસ્થા જિલ્લા પંચાયતમા જ સફાઈના નામે ધબાયનમ જેવી સ્થિતિ સર્જાય છે. જિલ્લા પંચાયત બહુમાળી ભવનમાં કચરાના ગંજ ખડકાયેલા છે  ત્યારે પ્રી મોનસુન કામગીરીના દાવા સામે પ્રશ્ર્નાર્થ સર્જાયો છે.

જિલ્લા પંચાયતના બહુમાળી ભવનની હાલત બદતર થવા પામી છે.ચોમાસામાં નર્કાગાર જેવી સ્થિતીનું નિર્માણ થશે તેમ છતા સ્વચ્છતા-સુઘડતા જળવાતી નથી.

શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ સામે સરદાર વલ્લભભાઇ પટેલ ભવન (જિલ્લા પંચાયત) ની બહુમાળી ઇમારતમાં સ્વચ્છતા-સુઘડતાના નામે મિંડુ હોય, પ્રત્યેક મજલે ગંદકીનું સામ્રાજ્ય બળવત્તર બન્યું છે. જે સંદર્ભે લાગતા વળગતા વિભાગ દ્વારા સમયસર યોગ્ય પગલા ભરવામાં નહિં આવે તો ચોમાસામાં નર્કાગાર જેવી સ્થિતીનું નિર્માણ થશે.

જિલ્લા પંચાયતની 9 મજલી ઇમારતના પ્રત્યેક ફ્લોરના શૌચાલય પાસે ગંદકીનું સામ્રજ્ય જામ્યું છે. જે સાથે દુર્ગંધ ફેલાઇ રહી હોય, રોગચાળો વકરવાની સંભાવના નકારી શકાતી નથી. ચોમાસાના ભેજ યુક્ત વાતાવરણમાં ગંદકીમાં જીવ-જંતુ પેદા થવાની સંભાવના નકારી શકાતી નથી. સૌથી મહત્વની વાત તો એ છે કે જિલ્લા પંચાયતના સત્તાધિશો દ્વારા દર વર્ષે બિલ્ડીંગની મરામત માટે લાખો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. તેમ છતા સ્વચ્છતા-સુઘડતા જળવાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.