- કુમકુમ તિલક અને મીઠા મોઢા કરાવી શાળાઓમાં શિક્ષણ પર્વનો ઉલ્લાસભેર પ્રારંભ
રાજ્ય સરકાર દ્વારા ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો અભિયાનમાં સૌરાષ્ટ્રની શાળાઓમાં બાળકોને કુમકુમ તિલક અને મીઠા મોઢા કરાવી તેમજ ભેટ આપીને શાળામાં પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને પ્રથમ હરોળમાં આવે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ કરી હતી ક્ધયા કેળવણી કાર્યક્રમ દ્વારા તેમણે દીકરીઓને શિક્ષણ તરફ પ્રેરિત કરી તો શાળા પ્રવેશો દ્વારા એક પણ બાળક શિક્ષણ વગરનું ન રહે તે સુનિશ્ચિત કર્યું છે
અબતક,ઉના
ગુજરાત સરકારના ક્ધયા કેળવણી અને પ્રવેશ ઉત્સવ ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત સ્વામિનારાયણ ગુરુકુળ ઊનામાં ભાવ ફેરી સાથે પ્રવેશઉત્સવ ઉજવાયો હતો.જેમાં સરકારના પ્રતિનિધિ તરીકે એ.જે.ભુવા. પી.એસ.આઈ જેબલિયા ખાસ ઉપસ્થિત રહી નવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો અને વ્યસનમુક્તિ તેમજ ટ્રાફિક સમસ્યા નિવારણ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. સંસ્થાના પ્રમુખ પ.પૂ.શાસ્ત્રી સ્વામી માધવદાસજી સ્વામીએ નવા પ્રવેશ કરેલ વિધાર્થીઓને આર્શિવાદ પાઠવ્યા હતા.
જીતેન્દ્ર આચાર્ય,ગોંડલ
વાસાવડ ખાતે એસ એસ અજમેરા તાલુકા શાળા માં વાસાવડ માં આવેલ તમામ આંગણવાડી માં પ્રવેશ કરતા ભૂલકાઓ અને એસ, એસ અજમેરા હાઇસ્કૂલ, એસ, એસ અજમેરા તાલુકા શાળા અને પરા સીમ શાળા માં પ્રવેશતા બાલવાટિકા થી લઈને ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓને આવકાર તો કાર્યક્રમ “શાળા પ્રવેશ ઉત્સવ”
ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજ્ય કક્ષાના અધિકારી શ્રી. કે. વી.મકવાણા સાહેબ ઉપ સચિવ ખેતી,ખેડૂત અને કલ્યાણ કો.ઓપ્રેટીવ વિભાગ, જિલ્લા શિક્ષણ અધિકારી જે. એ.ગોસાઈ,
તાલુકા કક્ષાના અધિકારી શીતલબેન કણજારીયા વાઈસ પ્રિન્સિપાલ આઈ.ટી.આઈ લાઈઝન ઓફિસર પ્રકાશભાઈ હિન્ડોચા સાહેબ પ્રિન્સિપાલ મોંઘી બા હાઈસ્કૂલ ગોંડલ તેમજ સી.આર.સી મહેશભાઈ સોરઠીયા કો. ઓર્ડીનેટર દેરડી કુંભાજી તેમ જ વાસાવડ ની ત્રણેય શાળા ના પ્રિન્સિપાલ, શિક્ષકો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો કાર્યક્રમ ની શરુઆત માં સરસ્વતીની આરાધના અને દિપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી.
ચેતન વ્યાસ, રાજુલા
ભેરાઈ પે.સેન્ટર શાળામાં શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ 2024ના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રૂટ અધિકારી તરીકે એસ.ટી ડેપો મેનેજર મામતાબેન તથા ચાંદુ તથા લાઈજન અધિકારી ધવલભાઈ મારું મોટી સંખ્યામાં ગ્રામ જનો અને શાળાનો સ્ટાફ તથા આંગણવાડી ના બહેનો હાજર રહ્યા હતા. તેમજ બળવાટિકાના બાળકો અને ધોરણ 1ના બળકો અને આંગણવાડીના બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો, ત્યારબાદ શાળાના બાળકોને ઇનામ વિતારણ તથા મહાનુભાવોનું સન્માન તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો
જસદણ
જસદણ રાજ્ય સરકાર દ્વારા વર્ષ પ્રવેશોત્સવના કાર્યક્રમની ઉજવણી કરવાનું જાહેર કરવામાં આવેલ છે. તેમાં ક્ધયા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ ને મહત્વ આપવામાં આવ્યું છે જેમાં જસદણના વોર્ડ નંબર ત્રણના લોહિયનગર. વિસ્તારમાં આવેલા આંગણવાડીમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ત્રણ વર્ષના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ કરાયો હતો
ગીજુભાઈ વિકમા, વિસાવદર
માંડાવડ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ 2024 ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. અમારી શાળામાં નામાંકન થયેલા બાલ વાટિકા ના 6 અને ધોરણ 1 ના કુલ 11 વિદ્યાર્થીઓનું પ્રવેશ આપવામાં આવ્યો. તે ઉપરાંત આંગણવાડી ના 6 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. આ પ્રસંગે વિસાવદર તાલુકા વિકાસ અધિકારી જોષી , તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભુપતભાઈ સોલંકી, સી.આર.સી કો-ઓર્ડીનેટર નિલેશભાઈ ચાવડા, ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રાજેન્દ્રભાઈ વિકમા, ગ્રામજનો ઉપસ્થિત રહીને બાળકોને પ્રાત્સાહિત કરેલ.
પ્રદીપ ઠાકર, અમરેલી
દેવભૂમિ દેવળીયા ખાતે શાળા પ્રવેશોત્સવ ઉજવણી કરવામાં આવી જેમાં જે. ડી વાળા નાયબ બાગાયત નિયામકશ્રી અમરેલી, દીપકભાઈ વાળા સી આર સી મોટા ગોખરવાળા, સરપંચ પ્રતિનિધિ નાથાલાલ સુખડીયા, તાલુકા પંચાયત સભ્ય ભાવેશભાઈ સોલડીયા ઉપ સરપંચ ધર્મિષ્ઠાબેન સોલડીયા આરોગ્ય સબ સેન્ટર ના દિશાબેન ગ્રામજનો અને બાળકો હાજર રહ્યા હતા. શાળા અને આંગણવાડી માં પ્રવેશતા બાળકોને બેગ,યુનિફોર્મ,પુસ્તક ની કીટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા.
અબતક, અપ્પુ જોશી,બાબરા
ગળકોટડી. ખાખરીયા .ખાતે બાલવાટિકા, ધો.1 ના બાળકોનો ઉમળકા સાથે શાળા પ્રવેશ કરાવી, સર્વેને શિક્ષણ સામગ્રી વિતરણ કરી .
બાબરા તાલુકા તાઈવદર ગામે પ્રાથમિક શાળા માં ખુબજ ઉત્સાહ થી પ્રવેશ ઉત્સવ ની ઉજવણી કરેલ આ કાર્યક્રમ માં આ વિસ્તાર ના જિલ્લા પંચાયત ના સદસ્ય ને કેળવણી કાર શ્રી પ્રભાતભાઈ કોઠીવાળ તાલુકા વિકાસ અધિકારી સિરોયા રામભાઇ ગામ ના સરપંચ અશોકભાઈ ગામ આગેવાનો માં ગભાભાઈ .વસુભાઈ .પ્રવીણભાઇ .બાબુભાઈ .ખોડુભાઈ .ગૌતમભાઈ વગરે ના હસ્તે શાળા પ્રવેશ કરતા 30 જેટલા બાળકો ને કિટ આપી ને પ્રોત્સાહિત કરેલ.
ધારી- નિકુંજ મહેતા
શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ-2024 અંતર્ગત અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીર કાંઠાના અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન થયા હતા.શિક્ષણ રાજ્યમંત્રીએ ધારી તાલુકાના કરમદડી, જીરા અને સરસિયામાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવી જ્ઞાનનો દીપ પ્રજવલ્લિત કર્યો હતો. આ પ્રસંગે વિવિધ ગામોમાં શાળામાં બાલવાટિકા, આંગણવાડી, ધો. 01 અને ધો. 09માં પ્રવેશતા બાળકોને મંત્રી અને મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કિટ અર્પણ કરી અને વિધિવત પ્રવેશ કરવામાં આવ્યો હતો. શાળા પ્રવેશોત્સવના અંતિમ દિને ધારી તાલુકાના કરમદડી ગામે મંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં બાલવાટિકામાં 09 કુમાર, 10 ક્ધયા, ધો. 01માં 15 કુમાર, 13 ક્ધયા, આંગણવાડીમાં 14 કુમાર, 10 ક્ધયાનો પ્રવેશોત્સવ સંપન્ન થયો જ્યારે જીરા ગામે, ધો. બાલવાટિકામાં 06 કુમાર, 07 ક્ધયા, ધો. 01માં 11 કુમાર, 08 ક્ધયા, આંગણવાડીમાં 07 કુમાર, 08 ક્ધયાનો પ્રવેશોત્સવ થયો હતો. સરસિયા મુકામે કુમાર શાળામાં, બાલવાટિકામાં 17 કુમાર, ધો. 01માં 32 કુમાર, જ્યારે ક્ધયા શાળામાં બાલવાટિકામાં 14 ક્ધયા, ધો. 01માં 16 ક્ધયાનો પ્રવેશોત્સવ યોજાયો હતો. માધ્યમિક શાળામાં ધો. 09માં પ્રવેશતા 15 કુમાર, 10 ક્ધયા અને આંગણવાડીમાં 08 કુમાર, 07 ક્ધયાનો પ્રવેશોત્સવ મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે સંપન્ન થયો હતો.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્યઓ, કરમદડી, જીરા અને સરસિયા મુકામે સરપંચઓ, ગ્રામ પંચાયતના સદસ્યો, શિક્ષણ રાજ્યમંત્રીના પ્રવાસ દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી ગોહિલ, સમગ્ર શિક્ષા અભિયાનના નિરવ મિસ્ત્રી, ધારીના અતુલભાઈ કાનાણી શિક્ષણ વિભાગના અધિકારીઓ, કર્મયોગીઓ, સ્થાનિક આગેવાનો, વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.