- ઓડીસિયસ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતર્યું ત્યારે કેટલીક ખામીને કારણે ટીમનો અવકાશયાન સાથેનો સંપર્ક તૂટ્યો ’તો
National News
અમેરિકાની ખાનગી કંપનીએ તેનું પહેલું અવકાશયાન નોવા-સી લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતાર્યું છે. તેના રોકેટનું નામ ઓડીસિયસ અવકાશયાન છે. આ સાથે અમેરિકાની ખાનગી કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્પેસક્રાફટ ચંદ્ર પર ઉતરનાર પ્રથમ કોમર્શિયલ કંપની બની ગઈ છે. અમેરિકા ચંદ્રના દક્ષિણ ધ્રુવને સ્પર્શનારો વિશ્વનો બીજો દેશ બની ગયો છે.
ભારતીય સમય અનુસાર સવારે 4:53 કલાકે આ અવકાશયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. ઈનટ્યુંટીવ મશીન આ મિશન આગામી સાત દિવસ સુધી સક્રિય રહેશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા ભારતીય સ્પેસ રિસર્ચ કમિશનનું ચંદ્રયાન-3 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. ભારત ચંદ્રની સપાટી પર પહોંચનાર ચોથો અને દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બન્યો. અવકાશ નિષ્ણાતોના મતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવું સામાન્ય રીતે મુશ્કેલ માનવામાં આવે છે.
લગભગ 50 વર્ષમાં પ્રથમ વખત કોઈ અમેરિકન અવકાશયાન ચંદ્ર પર ઉતર્યું છે. ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટેનું પ્રથમ અમેરિકન મિશન એપોલો 17 હતું, જે 1972માં ઉતર્યું હતું. ચંદ્ર પર ઉતરેલા લેન્ડરનું નામ છે ઓડીસિયસ લેન્ડર તેને હ્યુસ્ટનની ઇન્ટ્યુટિવ મશીન દ્વારા બનાવવામાં આવ્યું છે. નાસા અનુસાર તેનું લેન્ડિંગ ભારતીય સમય અનુસાર સવારે 4:53 કલાકે થયું હતું. ચંદ્ર પર ઉતરનાર ખાનગી કંપનીનું તે પ્રથમ અવકાશયાન બની ગયું છે. જોકે જ્યારે ઓડીસિયસ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતર્યું ત્યારે કેટલીક ખામીને કારણે ટીમનો અવકાશયાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. પરંતુ વૈજ્ઞાનિકોએ કહ્યું કે તે સુરક્ષિત રીતે લેન્ડ થયું છે અને કામ કરી રહ્યું છે. હવે અહીંથી મિશન કેવી રીતે આગળ વધે છે તે મહત્વનું નથી લેન્ડિંગને વ્યાવસાયિક અવકાશયાન અને અમેરિકન અવકાશ ઉદ્યોગ માટે એક સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે