ટિવટર પર મોદીના કટાક્ષ તો તાતા તીર જેવા…અમેરિકન મીડિયામાં પી.એમ.ની પ્રસંશા
ટિવટર પર મોદીજીના કટાક્ષ તો તાતા તીર જેવા છે. અમેરીકન મીડિઆએ પી.એમ.ની વાહવાહી કરી છે. અસલમાં અમેરીકન મીડિઆ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિવટિંગ પેટર્ન પર વારી ગયું છે. અમેરીકન મીડિઆ લખે છે કે સોશિઅલ મીડિઆનો હથિયાર તરીકે ઉપયોગ કરીને વડાપ્રધાન મોદી હળવી શૈલીમાં કટાક્ષ કરે છે. મોદીના ટિવટિંગ પેટર્ન વિશેનો એક અભ્યાસ અહેવાલ ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કોમ્યુનિકેશનમાં પ્રકાશિત થયો છે.
તેમાં લખ્યું છે કે વડાપ્રધાન મોદી ક્રિકેટ, રાહુલ ગાંધી એન્ટરટેઈમેન્ટ, ભ્રષ્ટાચાર, વિકાસ, વિદેશી મામલા, હિંદુવાદ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિગેરે વિશે હળવીશૈલીમાં ટિવટ કરે છે અને જ‚ર પડયે કટાક્ષ પણ કરે છે. તેમની ટિવટિંગ પેટર્ન મજેદાર છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી સોશિયલ મીડિઆ પર ખૂબ જ એકટીવ છે. ખાસ કરીને તેઓ નિયમિત રીતે ટિવટ કરે છે. ભારતીય રમતવીરો ખેલકૂદમાં જીતે કે મેડલ મેળવે અગર કપ જીતી લાવે તો તુરંત જ તેઓ ટિવટ કરીને બધાઈ એટલે કે શુભકામના આપવાનું ચુકતા નથી. કોઈ વરીષ્ઠ નેતા (દાખલા તરીકે લાલકૃષ્ણના અડવાણીજી)નો જન્મદિન હોય તો તેઓ રૂબરૂ જઈ ન શકે તેમ હોય તો ટિવટ અવશ્ય કરે છે. કોઈ ફિલ્મ કલાકારને રાષ્ટ્રીય એવોર્ડ મળે તો તેઓ ટિવટ કરે છે. આતંકવાદની ઘટના કે હોનારત થઈ હોય તો પણ તેઓ ટિવટ કરીને રીએકશન આપે છે.