ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ઘડાતા ષડયંત્રોના પુરાવા આપશે એફબીઆઇ

વિશ્ર્વમાં ખ્યાતનામ તપાસ સંસ્થા ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન આતંકવાદને નાથવા માટે ભારતને સહકાર આપવા સહમત થઇ છે. અમેરિકાની એફબીઆઇ ટુંક સમયમાં ભારતની સુરક્ષા સંસ્થાઓને ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ચાલતી શંકાસ્પદ ગતિવિધીઓના ડેટા પુરા પાડશે.

મોદી સરકાર આતંકવાદને નાથવા માટે સમગ્ર વિશ્ર્વના દેશોને સાથે રાખવા છેલ્લા ઘણા સમયથી પ્રયાસો કરી રહી છે. અમેરિકા, બ્રિટન, ફ્રાંસ અને ઇઝરાયેલ સહિતના દેશો સાથે સુરક્ષા મુદ્દે ભારત સરકારે મહત્વના કરારો કર્યા છે. આ તમામ દેશોની સુરક્ષા સંસ્થાઓ ભારતીય એજન્સીઓ સાથે કામ કરી રહી છે. હવે અમેરિકાની એફબીઆઇ પણ ભારતને ઇન્ક્રીપ્ટેડ ડેટા આપવા તૈયાર છે. ડિજિટલ યુગમાં સોશીયલ મીડિયા સહિતના માઘ્યમોથી ઘડાતા ષડયંત્રોની ભાળ મેળવવા ભારતીય સુરક્ષા સંસ્થાઓ પુરતી તાકાતવર નથી. માટે વોટસએપ, ફેસબુક, ગુગલ અને યુટ્યુબ સહિતના માઘ્યમોમાં થતી ગતિવિધીના પુરાવા મેળવવા એફબીઆઇ સહિતની વિદેશી સુરક્ષા સંસ્થાઓની જ‚ર પડે છે.

હાલ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીના ટોચના કર્મચારીઓ અને એફબીઆઇના ડેપ્યુટી ડિરેકટર એન્ડ્રુ મેક્કેબ વચ્ચે ગયા મહિને થયેલી મીટિંગના અનુસંધાને બન્ને સંસ્થાઓ વચ્ચે સુરક્ષા સેતુ ઘડાઇ ગયો છે. ટુંક સમયમાં આતંકવાદને નાથવા ઝડપથી ડિજિટલ એવીડન્સ ભારતને એફબીઆઇ પુરા પાડશે. આઇએસનો પગપેસારો અટકાવવા એનઆઇએને જેમ બને તેમ ઝડપથી ડિજિટલ મદદની જ‚ર પડે તેમ છે. સરકારે અમેરિકા સાથે મ્યુચ્યુઅલ લિગલ આસીસ્ટન્સ ટ્રીટી એટલે કે પુરાવાની આપલે માટેના કરાર કર્યા છે. આ કરારથી આતંકીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં સરળતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.