ભારતના મિશન શક્તિને લઇને પેન્ટાગન અને નાસાના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળે છે
અમેરિકન ડિફેન્સ ડિપાર્ટમેન્ટ (પેન્ટાગન)એ એ-સેટના કાટમાળને લઇને સંભાવના વ્યક્ત કરી છે કે, અંતરિક્ષમાં જ બળીને નષ્ટ થઇ જશે. ભારતના એ-સેટ પરિક્ષણના ૯ દિવસ બાદ અમેરિકા તરફથી ૪ નિવેદનો આવી ગયા છે. ઇન્ડિયન ડિફેન્સ રિસર્સ ઇન્સ્ટિટ્યૂટ (DRDO)એ ૨૭ માર્ચના રોજ (એ-સેટ) મિસાઇલ ટેસ્ટ કરી હતી. આ દરમિયાન ૩૦૦ કિલોમીટર દૂર પૃથ્વીની નીચલી કક્ષામાં લાઇવ સેટેલાઇટને નષ્ટ કરવામાં સફળતા મળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાતની જાણકારી આપી હતી.
નાસાએ કહ્યું કે, ભારતીય સેટેલાઇટને નષ્ટ થવાથી ૪૦૦ ટૂકડાં થયા. જે સ્પેસ ઓર્બિટમાં ચક્કર લગાવી રહ્યા છે. જેના કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) અને તેમાં રહેતા એસ્ટ્રોનોટ્સ માટે જોખમ ઉભું થઇ ગયું છે.
પેન્ટાગને ભારતના મિશન શક્તિની જાસૂસીને શરૂઆતથી જ નકારતા કહ્યું કે, અમેરિકાને ટેસ્ટ અંગે અગાઉથી જ જાણકારી હતી. અમેરિકન ડિફેન્સ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા લેફ્ટિનન્ટ ડેવિડ ડબલ્યૂ એસ્ટબર્ને કહ્યું કે, અમે કોઇ પણ પ્રકારે ભારતની જાસૂસી નથી કરી, આનાથી તદ્દન વિરૂદ્ધ અમે ભારતની સાથે પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપી રહ્યા છીએ.
અમેરિકાના એક્ટિવ ડિફેન્સ મિનિસ્ટર પેટ્રિક શેનહને કહ્યું કે, અમે ભારતના પરિક્ષણનું અધ્યયન કરી રહ્યા છીએ. શેનહને વિશ્વના અન્ય દેશો જેઓ ભારત જેવા પરિક્ષણ કરવાનો વિચાર કરી રહ્યા છે, તેઓને ચેતવણી આપી હતી. તેઓએ એમ પણ કહ્યું હતું કે, અમે અંતરિક્ષમાં કાટમાળ છોડીને ના આવી શકીએ.
ભારતના મિશન શક્તિને લઇને પેન્ટાગન અને નાસાના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળે છે. નાસા પ્રમુખ જિમ બ્રાઇડનસ્ટાઇન અંતરિક્ષમાં એ-સેટના ૪૦૦ ટૂકડાં હોવાની વાત કહી રહ્યા છે.