- અમેરિકામાં ભારતીય વિદ્યાર્થિઓ માટે મુશ્કેલી સર્જાશે!
- અમેરિકામાં 1.1 કરોડથી વધુ ગેરકાયદેસર વસાહતીઓ રહે છે, જેમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની
અમેરિકામાં તાજેતરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ટ્રમ્પનો વિજય થયો હતો. ત્યારે વિજેતા ટ્રમ્પ આગામી 20 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (ખઈંઝ) સહિત અનેક યુએસ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ તેમના વિદેશી વિદ્યાર્થીઓ અને સ્ટાફને 20 જાન્યુઆરી પહેલા શિયાળાની રજાઓમાંથી પાછા ફરવાની સલાહ આપી છે, જે દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ યુએસના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને મોટા પાયે દેશનિકાલ કરવાની ચર્ચાને ધ્યાનમાં રાખીને આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. એક અંદાજ મુજબ દેશમાં 1.1 કરોડથી વધુ ગેરકાયદેસર વસાહતીઓ છે. આમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે.
ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ રિલેશનશિપના સંદર્ભમાં તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા ’ઓપન ડોર્સ 2024’ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં 11 લાખ વિદેશી વિદ્યાર્થીઓ છે, જેમાંથી સૌથી વધુ સંખ્યા (3,30,000) ભારતીય વિદ્યાર્થીઓ છે. ઉચ્ચ શિક્ષણ અને ઇમિગ્રેશન પોર્ટલનો અંદાજ છે કે 400,000 થી વધુ બિનદસ્તાવેજીકૃત વિદ્યાર્થીઓ હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. માન્ય એફ-વિઝા ધરાવતા વિદ્યાર્થીઓને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા કોઈપણ વિઝા પ્રતિબંધોથી અસર થવાની શક્યતા નથી. એમઆઈટીએ વિદ્યાર્થીઓને અફવાઓ કે અટકળો પર ધ્યાન ન આપવા વિનંતી કરી હતી.
એમઆઈટી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ઑફિસના સહયોગી ડીન અને ડિરેક્ટર ડેવિડ સી. એલવેલે જણાવ્યું હતું કે, “ઇમિગ્રેશન અને વિઝાના મુદ્દાઓ પર તાત્કાલિક અસર શું થઈ શકે છે તે નક્કી કરવું હજી ઘણું વહેલું છે કારણ કે નવા ધારાશાસ્ત્રીઓ જાન્યુઆરીની શરૂઆતમાં સત્તા સંભાળે છે જ્યારે અમારા નવા પ્રમુખ પદ પર 20 જાન્યુઆરી, 2025 ના રોજ શપથ લેશે. તેમણે લખ્યું છે કે મુસાફરી અને વિઝા પ્રક્રિયાને અસર કરતા નવા સરકારી આદેશો 20 જાન્યુઆરી અથવા તે પછી લાગુ થઈ શકે છે. “વધુમાં, સત્તાનું સ્થાનાંતરણ અન્ય દેશોમાં યુએસ એમ્બેસીના સ્ટાફને પણ અસર કરી શકે છે, જે વિઝા પ્રક્રિયાને અસર કરી શકે છે,”
ઉપરોક્ત કારણોને ટાંકીને, એમઆઈટીએ તેના વિદેશી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને 20 જાન્યુઆરી પહેલા શિયાળાની રજાઓમાંથી પાછા ફરવાની સલાહ આપી છે. એમઆઈટી ઉપરાંત અન્ય ઘણી યુનિવર્સિટીઓએ પણ આવી જ એડવાઈઝરી જારી કરી છે. ઇન્ડિયાનામાં આવેલી વેસ્લીયન યુનિવર્સિટીએ વિદેશી વિદ્યાર્થીઓને 19 જાન્યુઆરી સુધીમાં પરત ફરવા વિનંતી કરી છે.