લાલ રંગના મંગળ ગ્રહની એક દુર્લભ તસવીર મેળવવા નાસાના યાને ૫ વર્ષ સુધી પ્રદક્ષિણા કરવી પડી હતી. તાજેતરમાં નાસાએ રાતો ગ્રહ મંગળની આ દુર્લભ તસવીર જારી કરી છે.
અહી ખાસ ઉલ્લેખનીય છે કે મંગળગ્રહ પર જનજીવન વિશે ખગોળ શાસ્ત્રીઓ અને વિજ્ઞાનીઓ અવઢવમાં છે. નાસા ઉપરાંત ઈસરોએ પણ માર્શ મિશન શ‚ કર્યું છે.
હોલીવૂડમાં ફિલ્મ ‘ટોટલ રીકોલ’ (આરનોલ્ડ સ્વાત્ઝરનેગર)માં દર્શાવાયું છે કે મંગળ ગ્રહ પર જનજીવન શકય છે. પરંતુ તે પૃથ્વી જેટલું સહેલું તો નથી જ.
ઈસરોનાં મંગળ અભિયાનને સફળતા મળી છે. યાનને મંગળના વાતાવરણમાં પ્રવેશવામાં કોઈ વાંધો આવ્યો નથી.
અમેરીકી અંતરીક્ષ સંસ્થા નાસાના ‘કયુરીઓસીટી’ નામના અંતરીક્ષ યાને (ડ્રોન) મંગળની એક દુર્લભ તસવીર મેળવી છે. પરંતુ તેને આ ઓપરેશન પાર પાડતા ૧૮૫૬ માર્શિઅન ડે અર્થાત ખાસ્સા ૫ વર્ષ લાગ્યા હતા!!!
તસવીરો મેળવીને નાસાના વિજ્ઞાનીઓએ પ્રતિક્રિયા આપી હતી કે એક સમયે મંગળ બ્યૂટીફૂલ પ્લાનેટ અર્થાત ખુબસુરત ગ્રહ હતો તે આજે પણ છે. આ મિશન પાછળ ૨૫૦૦ કરોડ ડોલરનો ખર્ચ થયો છે.
ભારતીય અંતરીક્ષ સંસ્થા ‘ઈસરો’ના યાનને મંગળની કક્ષામાં પ્રવેશવામાં ધારી સફળતા મળી છે. તાજેતરમાં ટેલીવીઝન પર ટેડ શોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કરોડો ડોલરનાં આ મિશનમાં એકાદ નાનકડી ભૂલ પણ મિશનને નિષ્ફળ બનાવી શકે છે.
નાસાની મંગળની તસ્વીરોમાં ફલીત થયું કે ત્યાં લાલ રંગની માટી તો છે જ પરંતુ જળ પણ છે. મતલબ કે માનવ વસવાટ શકય છે. ચાલો મંગળ પર જઈને આનંદ મંગળ કરીએ.