અમેરિકા હાઈટેક કેમિકલ પ્રોટેકટીવ કલોથ પૂરા પાડશે
જૈવિક કે રાસાયણીક હુમલાની સ્થિતિમાં ભારતીય સૈનિકોને રક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા અમેરિકા સાથે કરાર કરવામાં આવ્યા હતા. હવે અમેરિકાએ ૭૫ મીલીયન ડોલરના હાઈટેક કેમિકલ પ્રોટેકટીવ કલોથ (કવચ) આપવાની તૈયારી આરંભી છે.
આ તકનિકને જોઈન્ટ સર્વીસ લાઈટવેઈટ ઈન્ટેગ્રેટેડ સ્યુટ ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે જે જૈવિક કે રાસાયણીક હુમલાથી રક્ષણ આપી શકે છે.જેમાં ટ્રાઉઝર, મોજા, બુટ અને એનબી, એપ્રોત, હુડ અને ફીલ્ટર સહિતની વસ્તુઓ રહે છે.
ભારતીય સૈન્યના આધુનિકરણ માટે અગાઉ સરકાર દ્વારા અમેરિકાની મદદ માંગવામાં આવી હતી. જેને અમેરિકાના ગૃહ મંત્રાલયે મંજુરી આપી છે. કોઈ દેશ સાથે અથડામણ કે આતંકીઓના હુમલામાં ભારતીય સૈન્યને અમેરિકા દ્વારા પુરા પાડવામાં આવેલા કવચથી રક્ષણ મળશે આ કરારથી ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રનાં સંબંધો વધુ મજબુત બનશે.