વર્ષ ૨૦૧૬માં ૪૬ હજાર ભારતીયોએ અમેરિકામાં નાગરિકતા મેળવી
ભારતીયો માટે અમેરિકામાં વસવાટ માત્ર એક સ્વપ્ન લાગતું હતું પરંતુ હવે અમેરિકાએ ભારતીયો માટે નાગરિકતા મેળવવા માંગતા લોકો માટે માર્ગ મોકળો કર્યો છે. અમેરિકાના હોમલેંડ સિકયોરીટી વિભાગે હાલ ડેટા જાહેર કર્યો છે. જેના મુજબ વર્ષ ૨૦૧૬માં ૪૬,૧૦૦ ભારતીયોએ અમેરિકામાં નાગરિકતા મેળવી છે.
જોકે આ મામલે મેકિસકો સૌથી આગળ છે. અમેરિકાએ આ વર્ષે કુલ ૭.૫૩ લાખ લોકોને પોતાના દેશમાં નાગરિકતા અપાવી છે. જેમાં ૬ ટકા ભારતીયો છે. ભારત જવા માંગતા લોકો માટે અમેરિકન વિઝા માત્ર સ્વપ્ન હતો ત્યારે હવે તે સરળ બની ગયું છે. અમેરિકામાં નાગરિકતા મેળવવામાં મેકિસકન લોકો સૌથી આગળ છે. આ વર્ષ અમેરિકાએ નાગરિકતા આપવામાં ૨૪ ટકાનો વધારો કર્યો છે.
અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવેલા લોકો વધુ સમય સુધી ત્યાં રહી શકે છે. હાલ અમેરિકા પોતાના દેશની નોકરીઓ વધારવાના સતત પ્રયત્નો કરી રહ્યું છે. કારણકે અમેરિકામાં ગ્રીન કાર્ડ ધારકો પણ છે. એશિયન અમેરિકન એડવાઈઝિંગ જસ્ટિસ જોન સી પાંગે જણાવ્યું હતું કે, ભારતીયો અમેરિકાની નાગરિકતાનું મૂલ્ય સૌથી વધુ સારી રીતે જાણે છે. અમેરિકાના નાગરિક બન્યા બાદ તેમને મતદાન તેમજ અન્ય મૌલિક અધિકાર પણ આપવામાં આવે છે. આ ઉપરાંત નોકરીયાતોની પણ તકો છે માટે ભારતીયો અમેરિકામાં વસવાટ કરવા આર્કષાય છે.