રાજનીતિ, આર્થિક નીતિ અને સુરક્ષા નીતિ નિર્ધારણમાં રાષ્ટ્રહિત સર્વોપરી હોવું જોઇએ: ધર્મબંધુજી
સ્વામી ધર્મબંધુજી પ્રેરિત રાષ્ટ્રકથા શિબિર આજે છઠ્ઠા દિવસમાં પ્રવેશી હતી પાંચમા દિવસે સ્વામી ધર્મબંધુજીએ રાષ્ટ્રને શકિતશાળી બનાવવા માટે રાજનીતિ, આર્થિક નીતિ અને સુરક્ષા નીતિના ઘડતરમાં રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવાની આવશ્યકતા વર્ણવી હતી.
આર્થિક નીતિ અંગે સ્વામીજીએ જણાવેલ કે રાષ્ટ્ર આઝાદ થયું ત્યારે ૩૪ કરોડની આબાદીમાં ર૬ કરોડ ગરીબ હતા. આજે પણ ૧૩૦ કરોડથી અધિક આબાદીમાં ર૬ કરોડ લોકો ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે.ગરીબી દૂર કરવામાં શિક્ષણની અગત્યની ભૂમિકા છે હજુ રાષ્ટ્રની ર૬ ટકા વસ્તી નિરક્ષર છે.
ભારત સરકારના નીતિ આયોગના સભ્ય અને કૃષિ અર્થશાસ્ત્રી પ્રો. રમેશચંદ્રએ આઝાદીના દોઢ દાયકા પછી હરિત ક્રાંતિ દ્વારા આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબન પ્રાપ્ત કરી લીધું છે. પરંતુ સાંપ્રત સમયમાં કૃષિ ક્ષેત્ર વિભિન્ન પડકારોનો સામનો કરી રહેલ છે. જેમ કે અનાજ ઉત્પાદન માટે રાસાયણિક ખાતરના બેફામ ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. બીજી તરફ દવાજન્ય પાકથી લોકો વિભિન્ન રોગના શિકાર થઇ રહ્યા છે.
કુલ પાણીનો ૮૦ ટકા વપરાશ કૃષિ ક્ષેત્રે થઇ રહ્યો છે. જે અન્ય ક્ષેત્રોમાં પણ તંગી સર્જે છે.અન્ય વિકસીત દેશોની સરખામણીએ આપણે બે થી ત્રણ ગણું પાણી પાકને આપી રહ્યા છીએ. વળી, ગ્લોબલ વોમિંગની અસરથી અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને અતિ તાપમાન વિગેરેની સીધી અસર પાક ઉત્પાદન પર થઇ રહી છે.
પૂર્વ લેફટન્ટન્ટ જનરલ , યુપીએસીના પૂર્વ મેમ્બર તેમજ અરૂણાચલ, મિઝોરમના પૂર્વ રાજયપાલ જનરલ નિર્ભયકુમાર શર્માએ કાશ્મીર મુદ્દે ફેલાવાતી ભ્રમણાઓનું નિરસન કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
કાશ્મીરએ માત્ર ભૂમિનો ટુકડો કે હિન્દુ-મુસ્લીમ બાબત નથી. કાશ્મીર પ્રાચીન સમયથી ભારતનું અભિન્ન અંગ રહ્યું છે. મહાભારત કાળથી લઇને સમ્રાટ અશોકનું શાસન અહીંયા રહ્યાની વાત તેમણે કહી હતી. ૧પમી સદીમાં અહીંની રાજભાષા સંસ્કૃત હતી. પરંતુ ત્યારબાદ ઉતરોતર આક્રમણખોરોએ આ પ્રદેશમાં શાસન પરિવર્તન લાવતા રહ્યા. આઝાદી વેળા ડોગરા શાસકો હો. તે વેળા જે તે શાસકને ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાની છૂટ હતી. પરંતુ કાશ્મીરના રાજાના અનિર્ણયકતાના લીધે પાકિસ્તાને આક્રમણ કરવાથી ભારતની શરણે તે આવ્યું, ભારત કાશ્મીરમાંથી તેને ખદેડયું અને યુએન સમક્ષ આ પ્રશ્ન લઇ ગયા. તે વેળાની સંધિ અનુસાર ભારતે, પોતાનું સૈન્ય હટાવી લીધું. પરંતુ પાકિસ્તાને પોતાના કબજાનું પાકિસ્તાન ખાલી ન કર્યુ.
ઇસરોના વૈજ્ઞાનિક ડો. એ.બી.સુદએ આજે પીપીટીની મદદથી સરળ ભાષામાં સંદેશા વ્યવહાર ક્ષેત્રે અમેરિકન જીપીએસ પઘ્ધતિના સ્થાને સ્વદેશી નાવિક પ્રણાલી આવી રહ્યાની ગૌરવ પૂર્ણ માહીતી આપી હતી.
આ નાવિક પ્રણાલી કેવી રીતે કામ કરશે, તેમાં આપણા ૭ ઉપગ્રહોની સંયુકત અસર વિગેરે વિશે સરળ ભાષામાં તેમણે સમજાવેલા.નાવિક પ્રણાલી આવવાથી એક થી બીજા સ્થળે જવું પાણીના સ્ત્રોતોની જાળવણી માછીમારોને માછલી પકડવામાં માર્ગદર્શન આપવું, ખાણી ખનીજ ક્ષેત્રે જમીન ઉત્પન્ન પર નિયંત્રણ રાખવું, સ્મારકો આસપાસની જમીનની જાળવણી વિગેરે ઉપયોગ થશે. માચ ઉપગ્રહ છોડતી વેળા તેન સાથે નેવીગેશન રીસીવર જોડીને તેના મુવમેન્ટથી માહીતી મેળવી હતી.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના કમાન્ડર ઇકબાલસિંઘએ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની વૈવિઘ્યસભર કામગીરી સુરક્ષા, પર્યાવરણ જાળવણી, માછીમારોને સહાયક વિગેરે દર્શાવીને તેમાં ભરતી અંગે પીપીટીથી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં તેમણે પોરબંદરમાં સાડા છ હજાર કરોડના ડ્રગસ પકડવા માટે હાથ ધરેલ ઓપરેશન હેનરીની દિલધડક વિગતો આપી હતી.