એચ-૧ વિઝા નીતિને લઈ યુએસની કોલેજોમાં ભારતીય વિર્દ્યાથીઓની એપ્લીકેશન ઘટી
યુનાઈટેડ સ્ટેટમાં હાલ એચ-૧ વિઝાને મોડયુલાઈઝ કરવામાં આવી છે. જેની અસર મુખ્યત્વે ભારતીય અને ચીનના વિર્દ્યાથીઓમાં જોવા મળી રહી છે. યુએસની યુનાઈટેડ સ્ટેટની મહત્તમ કોલેજોમાં આ વખતે વિર્દ્યાથીઓની સંખ્યા ઘટતી જોવા મળી રહી છે. ભારત અને ચીનના વિર્દ્યાથીઓ પોતાના ભણતર માટે વિદેશ એમાં ખાસ કરીને યુનાઈટેડ સ્ટેટમાં જતા હોય છે અને શિક્ષણમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરતા હોય છે. જયારે વિઝા પોલીસીમાં ફેર આવતા વિર્દ્યાથીઓના ભણતરમાં ઉંડી અસર જોવા મળશે. ઘટતી જતી વિર્દ્યાથીઓના એપ્લીકેશનને લઈને યુનાઈટેડ સ્ટેટ જો પોતાની વિઝા પોલીસીમાં ફેર કરશે તો કદાચ સંખ્યામાં વધારો થશે.