ભારત, ચીન, યુરોપીયન યુનિયન, મેક્સિકો અને કેનેડાને ડોનાલ્ડ ટ્રમ્પની જેવા સો તેવાના ધોરણે કર નાખવાની ચિમકી
જો ભારત, ચીન, યુરોપીયન યુનિયન, કેનેડા અને મેક્સિકો સહિતના દેશ અમેરિકાના સામાન ઉપરનો કરવેરો હળવો નહીં કરે તો અમેરિકા પણ આ દેશોના સામાન ઉપર ભારે ટેકસ લગાવશે તેવી ચિમકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉચ્ચારી છે.ડોનાલ્ડ ટ્રમ્પે જેવા સો તેવાની નીતિ અપનાવવાની વાત કરતા કહ્યું હતું કે, અમે તેઓ જેટલો ટેકસ અમારા સામાન ઉપર લગાવશે તેટલો ટેકસ લગાવશું. જો તેઓ ૫૦ ટકા ટેકસ વસુલશે તો અમે પણ ૫૦ ટકા ટેકસ વસુલશું, તેઓ ૭૫ ટકા ટેકસ વસુલશે તો અમે પણ ૭૫ ટકા ટેકસ વસુલશું.
અહીં ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ ભારતમાં તાજેતરમાં હાર્લી ડેવીડસન સો યેલા કર વિવાદી નારાજ છે. ભારતે હાર્લી ડેવીડસન ઉપરના કરમાં મોટા ફેરફાર કરતા ડોનાલ્ડ ટ્રમ્પે આ મુદ્દાને છેડયો છે. અલબત ટ્રમ્પે આ મુદ્દાને હવે તમામ દેશો ઉપર લાગુ કરવાનો નિર્ણય લીધો હોય તેમ જેવા સો તેવાના ધોરણે ટેકસ નાખવાનું રૂખ અખત્યાર કરવામાં આવશે. ભારત અમેરિકાનું ૧૦મું સૌી મોટુ ટ્રેડિંગ પાર્ટનર છે. વર્ષ ૨૦૧૬માં ભારતે ૭ બીલીયન ડોલરના મેટલ-ડાયમંડ બે બીલીયન ડોલરની મશીનરી, ૧.૩ બીલીયન ડોલરના ઓકટીન અને મેડિકલ સંશાધનો, ૧.૨ બીલીયન ડોલરના મીનરલ ફયુલ તેમજ ૧.૨ મીલીયન ડોલરની ઈલેકટ્રીકલ મશીનરી ઈમ્પોર્ટ કરી હતી.જયારે અમેરિકાએ ભારતને ૧.૩ બીલીયન ડોલરના કૃષિ ઉત્પાદનો જેમાં કપાસ, કઠોળ, તાજા ફળ અને પ્લાન્ટીંગ સીડનો સમાવેશ થય છે. આ ઉપરાંત કેલીફોર્નીયા આલમન્ડ અને વોશિંગ્ટન એપલના એક્ષપોર્ટનું પ્રમાણ પણ વધુ રહ્યું હતું. એકંદરે બન્ને દેશોનું વેપાર સરખો રહેવા પામ્યો હતો. જો કે, ટ્રમ્પ ભારત સહિતના દેશોની કરનિતીી નારાજ છે અને જો કર સમાંતર નહીં રહે તો અમેરિકા પણ અન્ય દેશોના સામાન પર તેમના જેટલો જ કર નાખશે તેવું કહ્યું છે.
અમેરિકાની જેમ ભારતે સ્ટીલની આયાત ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી વધારવી જોઈએ: જિંદાલ
ઘરેલુ ઉદ્યોગને બચાવવા અમેરિકાએ સ્ટીલ ઉપર જે રીતે ડયૂટી વધારી છે તેવી જ રીતે ભારતે પણ સ્ટીલની આયાત ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટીને વધારવી જોઈએ તેવો મત સ્ટીલ મેગ્નેટ સજ્જન જિંદાલે વ્યકત કર્યો છે. તેમણે કહ્યું છે કે, ભારત જેવા વિકાસશીલ દેશોમાં સ્ટીલ ઉદ્યોગ અતિ મહત્વનો ગણી શકાય માટે આયાતી આવા ઉદ્યોગને ઘર આંગણે નુકશાન ન થય તે નિશ્ચિત કરવું જોઈએ. ભારતના નિતી ઘડવૈયાઓએ પણ જોવુ જોઈએ કે ચીન, કોરીયા અને જાપાનની નીતિ કેવી છે. જાપાનની સ્ટીલ માંગ ૬૦ એમટીપીએની છે. પરંતુ તેનું ઉત્પાદન ૧૧૦-૧૨૦ એમટીપીએનું છે. તેઓ પોતાના ઉત્પાદનનો ૫૦ ટકા હિસ્સો એક્ષપોર્ટ કરે છે. જો કે, તેઓ જરૂરિયાત વગરનું કશું ઈમ્પોર્ટ કરતા નથી.