અમેરિકાએ ઇરાનમાંથી ફ્રુડ આયાત રોકવાની આપેલી ધમકી સામે ભારત ઝુકયું નહતું
ફ્રુડ આયાત પર કબ્જો કરવા અમેરિકાએ ભારત અને ઇરાનને ભીંસમાં લીધા હતા ત્યારે હવે અમેરિકા ઝુકયું છે. ભારત, ચીન, તુર્કી અને ઇરાને પાસેથી ઓઇલ ખીરદવામાં અમેરિકાએ છુટછાંટ આપી છે. અમેરિકા હાલ ભારત, ચીન અને જાપાન સહીતના દેશોના ઉત્પાદનો પર ટેરીફ ઝીંકી રહ્યું છે. અને પોતાના સ્વાર્થ ખાટવા માટે ઇરાન પાસેથી તેલ ન ખરીદવા ભારત પર દબાણ મુકી રહ્યું હતું.
ભારતે અબજો રૂપિયાના ખર્ચે ઇરાનમાં બાબહાર પોર્ટ વિકસાવવાનો નિર્ણય લીધો હતો તેથી ભારતને અબજોનું નુકશાન થવાની પરિસ્થિતિ સર્જાઇ હતી. ત્યારે અમેરિકાની આ દાદાગથીરી સામે ચીન, જાપાન, કોરીયા, ઓસ્ટ્રેલીયા, અને ન્યુઝીલેન્ડ સહીતના દેશોએ હાથ મિલાવતા આખરે અમેરિકાને પાણીમાં બેસવું પડયું છે. ભારત, સાઉથ કોરિયા અને તુર્કી અમેરિકાના મિત્ર દેશો છે જે વધુ પ્રમાણમાં ઓઇલની આયાત ઇરાનથી કરે છે.