-
મોદી મંત્ર 1 : ગુજરાત કી હવામે વ્યાપાર હે …
-
ડિજિટલ ઈન્ડિયાને લઈ ગુગલ રૂ.85 હજાર કરોડનુંરોકાણ કરશે
-
જાપાન ગુજરાતમાં અઢી લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવા સજ્જ
-
એસજીએક્સ નિફ્ટી અને નાણાંકિય વ્યવહારો માટે સિંગાપોર ડેવલોપમેન્ટ બેન્ક કાર્યરત થશે
-
અમેરિકાની સેમિક્ધડક્ટર કંપની માઇક્રોન ગુજરાતમાં 23 હજાર કરોડનું રોકાણ કરી 80 હજાર નવી રોજગારી પૂરી પાડશે
મોદી મંત્ર 1ને પૂરું કરવા દેશ વિવિધ સ્તરે સતત વિકાસલક્ષી પગલાંઓ લઈ રહ્યું છે પરિણામે દરેક ક્ષેત્રે નવીનતમ યોજનાઓની સાથે વિદેશની કંપનીઓ ભારતમાં પોતાનું રોકાણ પણ કરે છે જે દેશની અર્થવ્યવસ્થાને વિકસિત બનાવવા માટે અત્યંત કારગત છે. ત્યારે દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા ગુજરાત પણ પાછળ રહ્યું નથી ગુજરાત રાજ્ય પણ અનેકવિધ રીતે દેશની અર્થવ્યવસ્થાને વેગવંતી બનાવવા માટે મહેનત કરી રહ્યું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે જે ગિફ્ટ સિટી આવેલું છે તેમાં અમેરિકા જાપાન અને સિંગાપોર કરોડો રૂપિયા નું રોકાણ કરવા સજ્જ થયા છે. કારણ કે ગુજરાત કી હવા મેં વ્યાપાર હૈ આ વાક્ય ખરા અર્થમાં ભારતને બંધ બેસે છે.
રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી ‘ગિફ્ટ’ પ્રોજેક્ટ થકી ગુજરાતને ગ્લોબલ હાઇટેક ફાઇનાન્સિયલ હબ તરીકે વિકસાવવા ગુજરાત સરકાર અને સિંગાપોરની ફાઇનાન્સ-બેન્કિંગ સર્વિસ (એસઈસી) વચ્ચે કરાર થયા છે. શુક્રવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ સહયોગ કરાર કરવામાં આવ્યા હતા. આ કરારથી સિંગાપોરની કંપની ગિફ્ટમાં તેમની આર્થિક પ્રવૃત્તિઓનું વિસ્તરણ કરે, ગિફ્ટ-સેઝમાં પ્રોજેક્ટ સ્થાપશે. પરિણામે ડેવલપમેન્ટ બેન્ક ઓફ સિંગાપોર કે જે સિંગાપોરની મલ્ટીનેશનલ બેંક અને નાણાકીય સેવા આપતી સંસ્થા છે તેને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી દ્વારા ઇન્ટરનેશનલ બેન્કિંગ યુનિટ સ્થાપવા માટેની પરવાનગી આપી દેવામાં આવી છે. પરિણામ સ્વરૂપે હવે ગુજરાત થી થતા સિંગાપોરના વ્યવહાર સરળતાથી થઈ શકશે. કારણકે ડેવલોપમેન્ટ બેન્ક ઓફ સિંગાપોર વિશ્વની સૌથી વધુ એક્ટિવ ખાનગી બેંક છે.
તો બીજી તરફ વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસે ભારત અને ગુજરાત માટે અનેક નવી તક અને અવસર નું સર્જન કર્યું છે જેમાં ગૂગલ પણ ગિફ્ટ સિટીમાં 85 હજાર કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરશે. વડાપ્રધાન મોદી સાથે બેઠક બાદ ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે ગુજરાત ખાતે આવેલા ગિફ્ટ સિટીમાં ગૂગલ તેનું વૈશ્વિક ઓપરેશન શરૂ કરશે જે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠકનો દોર ચાલુ થશે. બીજી તરફ ગુગલના સુંદર પિચાય જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી અને ભારત દેશ ડિજિટલ ક્ષેત્રે ખૂબ મોટી ક્રાંતિ સર્જી રહ્યું છે ત્યારે ગુગલ ને પણ ઘણો ફાયદો થશે.
એટલું જ નહીં ભારત અને અમેરિકા વચ્ચે જે વ્યાપાર સંધિઓ થઈ રહી છે તેનાથી ભારતને ઘણો જ મોટો ફાયદો ટેકનોલોજી ક્ષેત્રે થશે. અમેરિકા ની માઇક્રોન કંપની ભારતમાં 23,375 કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરી વર્ષ 2024 ના ડિસેમ્બર માસમાં સેમિકન્ડક્ટર ચીપ નું ઉત્પાદન શરૂ કરશે. ભારત અમેરિકા વચ્ચે સેમિકન્ડક્ટર ક્ષેત્રે થયેલી આ ડીલમાં ૮૦ હજારથી વધુ નવી રોજગારીની તકો પણ ઊભી થશે જે દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ કારગત નીવડશે.અમેરિકાની ચિપમેકર કંપની માઈક્રોન ટેક્નોલોજી ભારતમાં રોકાણ કરી શકે તેવી છેલ્લા ઘણા દિવસોથી અપેક્ષા હતી. આખરે તેને મંજૂરી મળી ગઈ છે. વડાપ્રધન નરેન્દ્ર મોદીના અમેરિકા પહોંચતા આ ખબર આવી રહી છે. સમાચાર આવ્યા છે કે ભારતમાં કેબિનેટે માઈક્રોનના 2.7 અબજ ડોલર એટલે કે 22 હજાર કરોડ રૂપિયાના સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપી દીધી છે. આ પ્લાન્ટ ગુજરાતના સાણંદ ખાતે સ્થાપવામાં આવે તેવી શક્યતા છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ક્રાંતિ સર્જવા માટે ભારતના 60,000 એન્જિનિયરોને પ્રશિક્ષણ આપવામાં આવશે.
હવે અમેરિકન બદામ, અખરોટ અને સફરજન સસ્તા:
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ભારત-અમેરિકાના વિવાદો સમાપ્ત
અમેરિકા સ્ટીલ પ્રોડક્ટ અને સોલાર સેલ્સ સહિતની પ્રોડક્ટ ઉપર આયાત ડ્યુટી ઘટાડશે
ભારત અને અમેરિકા વચ્ચે જે છ વ્યાપારને લઈ વિવાદ ઉભો થયો હતો તે વિવાદનો અંત આવી ગયો છે જેથી હવે અમેરિકન બદામ અખરોટ અને સફરજન સસ્તા થઈ જશે અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન માં બંને દેશો વચ્ચેનો આ વિવાદ નો અંત આવ્યો છે જેનાથી દેશની અર્થવ્યવસ્થાને ખૂબ મોટો ફાયદો પહોંચશે. ભારત અને અમેરિકા વિશ્વ વેપાર સંગઠનમાં પોતાના છ વેપાર વિવાદ સમાપ્ત કરવા સંમત થઇ ગયા છે. ભારતે બદામ, અખરોટ અને સફરજન જેવા અમેરિકાના ૨૮ ઉત્પાદનો પર જવાબી કસ્ટમ ડયુટી દૂર કરવાનો પણ નિર્ણય લીધો છે.
અમેરિકાના પ્રમુખ જો બાઇડેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે યોજાયેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો. અમેરિકાએ ૨૦૧૮માં રાષ્ટ્રીય સુરક્ષાના આધાર પર કેટલાક સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર અનુક્રમે ૨૫ ટકા અને ૧૦ ટકા આયાત ડયુટી લગાવી હતી. તેના જવાબમાં ભારતે જૂન ૨૦૧૯માં કાબુલી ચણા, દાળ, બદામ, અખરોટ, સફરજન, બોરિક એસિડ સહિત ૨૮ ઉત્પાદનો પર કસ્ટમ ડયુટી નાખી હતી.
અમેરિકા અને ભારત વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં છ વેપાર વિવાદ સમાપ્ત કરવા તૈયાર થઇ ગયા છે. તેમણે ભારત દ્વારા અમેરિકાના ૨૮ ઉત્પાદનો પર કસ્ટમ ડયુટી દૂર કરવાના નિર્ણયનું પણ સ્વાગત કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે ભારતના કસ્ટમ ડયુટી દૂર કરવાના નિર્ણયથી અમેરિકન કૃષિ ઉત્પાદનો અને મેન્યુફેકચર્સ માટે નવી તકો ઉભી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ જો બાઇડેન વચ્ચેની બેઠકના અંતે જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે બંને દેશોે દ્વિપક્ષીય સહકાર વધારવા અને આર્થિક સંબધો વધુ મજબૂત બનાવવા સંમત થયા છે.
અમેરિકા અને ભારત ડબ્લ્યુટીઓમાં જે છ વિવાદ સમાપ્ત કરવા સંમત થયા છે તેમાં ત્રણ અમેરિકા અને ત્રણ ભારત દ્વારા શરૃ કરવામાં આવ્યા હતાં. આ છ વિવાદોમાં ભારતની હોટ રોલ્ડ કાર્બન સ્ટીલ ફલેટ , સોલર સેલ અને મોડયુલ , રિન્યુએબલ એનર્જી સેક્ટર સાથે સંકળાયેલા પગલાઓ, નિકાસ આધારિત પગલાઓ, સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ આધારિત પગલાઓ તથા અમેરિકાની કેટલીક પ્રોડક્ટ પર વધારાની ડયુટીનોે સમાવેશ થાય છે.અમેરિકા ભારતનો સૌથી મોટોે ટ્રેડિંગ પાર્ટનર છે. ૨૦૨૨-૨૩માં બંને દેશોનોે દ્વિપક્ષીય વેપાર વધીને ૧૨૮.૮ અબજ ડોલર રહ્યો હતો જે ૨૦૨૧-૨૨માં ૧૧૯.૫ અબજ ડોલર હતો.