- કુલ 8.7 લાખ વિદેશી નાગરિકોને મળી નાગરિકતા, 1.1 લાખથી વધુ મેક્સિકન, 44,800 ફિલિપિનો અને 35,200 ડોમિનિકનોને અપાયા ગ્રીન કાર્ડ
International News : ભારતીયોમાં વિદેશમાં વસવાનો ક્રેઝ યથાવત છે. વિશ્વના અનેક દેશોમાં ભારતીયો મોટા પ્રમાણમાં વસે છે. તેમાંય ખાસ કરીને ભારતીયોમાં અમેરિકા પ્રથમ પસંદગી હોય છે. પણ અમેરિકા દ્વારા બીનજરૂરી કોઈ પણ વ્યક્તિને નાગરીકતા આપવામાં આવતી નથી. આ દરમિયાન ગત વર્ષે અમેરિકાએ મોટી સંખ્યામાં ભારતીયોને નાગરીકતા આપી છે.
અમેરિકાએ 2023માં 59000 ભારતીયોને નાગરિકતા આપી છે. આ માહિતી યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ) દ્વારા જાહેર કરાયેલ વાર્ષિક પ્રગતિ અહેવાલ – 2023માંથી આવી છે. ભારતની સાથે અમેરિકાએ અન્ય દેશોના લોકોને પણ નાગરિકતા આપી છે.
રિપોર્ટ અનુસાર અમેરિકાએ નાણાકીય વર્ષ 2023માં 8.7 લાખ વિદેશી નાગરિકોને દેશની નાગરિકતા આપી છે. યુએસસીઆઈએસના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2023માં 59000 ભારતીયોને યુએસ નાગરિકતા મળી છે, જે નાણાકીય વર્ષમાં આપવામાં આવેલી કુલ નાગરિકતાના 6.7% છે. વધુમાં, યુએસએ સૌથી વધુ સંખ્યામાં મેક્સિકનોને નાગરિકતા આપી છે. રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષમાં 1.1 લાખથી વધુ મેક્સિકનોને યુએસ નાગરિકતા મળી છે, જે નાણાકીય વર્ષમાં આપવામાં આવેલી કુલ નાગરિકતાના 12.7% છે. તે જ સમયે, 44,800 ફિલિપિનો અને 35,200 ડોમિનિકન રિપબ્લિક નાગરિકોને અમેરિકન નાગરિકતા આપવામાં આવી છે.