મિલ્લી મુસ્લિમ લીગના સાત સભ્યોને વિદેશી આતંકીના લીસ્ટમાં સમાવાયા

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ અને જમાત-ઉદ-દાવાના હાફીઝ સઈદને સંયુકત રાષ્ટ્ર અમેરિકાએ જોરદાર ઝટકો આપ્યો છે.

હાફીઝ સઈદની રાજકીય પાર્ટી મીલ્લી મુસ્લિમ લીગને વિદેશી આતંકી સંગઠન તરીકે અમેરિકાએ જાહેર કરી છે.આ પાર્ટીને અમેરિકાએ આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરી છે.

અમેરિકાના રાજય વિભાગે આતંકી સંગઠનોની યાદીમાં પાકિસ્તાનના પ્રતિબંધિત આતંકવાદી સંગઠનન લશ્કર-એ-તૌયબા અને સામેલ કરવા માટે સંશોધન પ્રસ્તાવ રજુ કર્યો હતો.

અમેરિકાએ હાફીઝ સઈદના સંગઠન મિલ્લી મુસ્લિમ લીગના ૭ સભ્યોને આતંકી ગતિવિધિઓમાં સામેલ થવાના લીધે વિદેશી આતંકી તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.