વાટાઘાટો વચ્ચે તાલિબાનો તમામ કેદીઓને છોડાવવા હિંસા પર ઉતર્યા
અમેરિકા અફઘાનિસ્તાન માંથી હટી જતા તાલિબાનો બેફામ બન્યા છે. અફઘાનિસ્તાનમાં વાટાઘાટોના પ્રયાસો અને પ્રક્રિયા ચાલુ છે ત્યારે જ તાલિબાનોએ સુરક્ષા જવાનો પર અંધાધુંધી ગોળીબાર કરતા ૨૭ જવાનોના મોત થયા હતા. જામુલ વિસ્તારમાં કેટલા અજાણ્યા હથિયારધારી શખ્સોએ સુઈ રહેલા સુરક્ષા જવાનો પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. ગવર્નર રહેમત ઉલ્લાના મત મુજબ તાલિબાન સાથે ગયા મહિને સમજુતીના પ્રયાસો હાથ ધર્યા હતા. વહેલી સવારે મુખ્ય કેન્દ્ર અને પોલીસને સંયુકત રીતે નિશાન બનાવનાર આ હુમલામાં પાકિસ્તાન સેનાના ૧૪ જવાન અને ૧૦ પોલીસના મૃત્યુ નિપજયા હતા. જાંબુ ઉપરાંતના પ્રાદેશિક અધ્યક્ષ જાન હકે જણાવ્યું હતું કે, ચાર અન્ય સરકારી કર્મચારીઓ પણ આ હુમલામાં લાપતા થયાનું નોંધાયું છે.
આ હુમલાખોરોના તાલિબાનો સાથે સંબંધ ધરાવતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. હુમલાખોરો સેનાના વાહનો અને હથિયાર ભરેલા ખટારા લઈને ભાગી ગયા હતા. આ અંગે પ્રતિભાવ આપવાનો તાીલબાનોએ તાત્કાલિક ઈન્કાર કર્યો હતો. પાકિસ્તાન સાથે જોડાયેલા જાંબુ વિસ્તારમાં ૨૦૧૩માં સેનાના હાથે ઠાર મરાયેલા મુલા ઉંમરનો પ્રભાવ હોવાનું જાણવા મળ્યું છે. કોરોના વાયરસના વાયરા વચ્ચે સીઝફાયર માટે તાલિબાનો સાથે વાટાઘાટોની તૈયારી કરનાર અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રી અબ્દુલ્લા કાલે મંત્રણા માટે બોલાવેલા તાલિબાનો સાથે વાતચીતના બીજા દિવસે આ હુમલો થયો હતો.
આ હુમલાના પગલે અફઘાનિસ્તાનના તાલિબાન ઉપર લાલઘુમ થઈ ગયું છે અને ફેબ્રુઆરી ૨૯ના અમેરિકા સાથે થયેલા કરાર બાદ સતત હિંસાને ગંભીરતાથી લઈ અમેરિકા તાલિબાનો સાથે શાંતિમંત્રણા સતત આગ્રહ રાખી રહ્યું છે. આ નવરોઝ દરમિયાન તાલિબાનો સાથેની આ સમજુતીના રસ્તાઓનો અફઘાનિસ્તાનના નેતાઓએ લાભ લેવો જોઈએ અને ઐતિહાસિક તક ઝડપી લેવી જોઈએ તેમ એક ટવીટર પર લખેલા મેસેજમાં સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું. અમેરિકા તાલિબાનો સાથે વાતચીત કરવાની સતત કાર્યવાહી કરવામાં છે ત્યારે તાલિબાન અને સરકાર વચ્ચે કેદીઓને છોડવા મુદે મત્રોંચ્ચાર ચાલે છે. તાલિબાનના ૫૦૦૦ કેદીઓને છોડવાના મુદ્દે મહાગાંઠ સર્જાઈ છે. સરકાર પંદરસો કેદી છોડવા રાજી થઈ છે ત્યારે ૩૫૦૦ કેદીઓની વાતચીત ચાલુ છે. સરકાર અફઘાનિસ્તાનના વિસ્તારોને અશાંત બનાવવા માટે કારણભુત થયા હોય તેવા તાલિબાન સાથે સંકળાયેલા કેદીઓને છોડવા માટે રાજી થતી નથી.
અફઘાનિસ્તાન અત્યારે અમેરિકા તાલિબાનો સાથે વાતચીત કરવાના મુડમાં છે ત્યારે સરકાર અને તાલિબાનો વચ્ચે ૫૦૦૦ કેદીઓમાંથી ૧૫૦૦ કેદીઓને છોડવાની સમજુતી થાય તેમ છે પરંતુ ૩૫૦૦ કેદીઓને સરકાર છોડવા માંગતી નથી ત્યારે તાલિબાનો પોતાના તમામ કેદીઓને છોડાવી લેવા માટે હિંસા પર ઉતરી હોય તેવું દેખાઈ રહ્યું છે. અફઘાનિસ્તાનમાં ૨૪ સુરક્ષા જવાનોની હત્યા જેવા આ હુમલાઓને પગલે તાલિબાનો અને અફઘાન સરકાર વચ્ચે ફરીથી સંઘર્ષની સ્થિતિ સર્જાય તેવું દેખાઈ રહ્યું છે.