અમેરિકા જગત જમાદાર તરીકે વર્તતું આવ્યું છે. પણ રશિયાએ જે સ્થિતિ પેદા કરી છે. તેનાથી હવે અમેરિકાનું જગત જમાદારપણું ચાલ્યું ગયું છે. અમેરિકાએ યુક્રેન અને રશિયા વચ્ચેના તણાવમાં યુક્રેનના સમર્થનમાં મસમોટી નિવેદન બાજી કરી હતી. બાઇડને રશિયાને આડકતરી ખૂબ ધમકીઓ આપી હતી કે યુક્રેનને સળી કરશો તો આમ કરશું, તેમ કરશું… અમેરિકાએ ખૂબ ધમપછાડા કર્યા પણ રશિયાએ તેનું એક પણ વેણ રાખ્યું ન હતું.જો કે યુક્રેન માત્ર બહાનું છે.બાકી રશિયાએ તો દાઝ અમેરિકા ઉપર ઉતારી છે.
અમેરિકા વિશ્વની મહાસત્તા તરીકે ઉભરી આવી હતી. પણ હવે અમેરિકા મહાસત્તા તરીકે અંત તરફ છે. વિશ્વ ઉપરના તેના સામ્રાજ્યનો અસ્ત નજીક છે. અમેરિકાએ પૂર્વ યુરોપ અને એશિયાની ભૌગોલિક રાજકીય ગતિશીલતાને સમજવી જોઈએ. રશિયા શું હાંસલ કરશે તે નજીવું છે, પરંતુ તેણે સાબિત કર્યું છે કે યુએસ પોતે જગત જમાદાર જેવું વર્તન કરી શકતું નથી.