અમેરિકા બાદ ઈઝરાયલ પર સીરિયામાં કેમીકલ એટેકનો આરોપ
સિરિયામાં કેમીકલ યુદ્ધે વિશ્ર્વભરમાં ચકચાર જગાવી દીધી છે. સિરિયાના ધોઉતામાં યેલા કેમીકલ એટેકી આખું વિશ્ર્વ બંશર-અલ-અસદ સરકારની આલોચના કરી રહ્યું છે ત્યારે હવે એ મામલે અમેરિકા અને રશિયા આમને-સામને આવ્યા છે.
સિરિયાના સૈન્ય કેમ્પો પર યેલા આ મિસાઈલ એટેકને લઈ મનાઈ રહ્યું છે કે, આ હુમલો અમેરિકાએ કર્યો છે પરંતુ રશિયા અને બેરૂતની સેનાએ દાવો કર્યો છે કે આ હુમલામાં ઈઝરાયલના યુધ્ધક વિમાનોનો સમાવેશ છે. યુએનમાં યુએસ એમ્બેસેડર નીકી હેલેએ કહ્યું કે, આ હુમલા પાછળ અમેરિકાનો હા છે. જયારે એમ્બેસેડર વેસીલી નેબેન્જીયાએ રશિયા પર આરોપ મુકયો છે.
યુનાઈટેડ નેશનની સિકયુરીટી કાઉન્સીલમાં નેબેન્જીયાએ કહ્યું કે, સિરિયામાં કોઈ કેમીકલ એટેક થયો નથી. જણાવી દઈએ કે, લગભગ ૨૦૦૦ અમેરિકી સૈનિક પૂર્વ સિરિયામાં ઈસ્લામીક સ્ટેટના આતંકીઓ સો લડી રહ્યાં હતા. એવામાં પશ્ર્ચિમ સિરિયામાં મિસાઈલ એટેકના આદેશ દેવાથી અમેરિકી રાષ્ટ્રપતિને કોઈ રોકી ન શકે. જ્યાં કેમિકલ એટેકની વાત ઈ રહી છે એવામાં સેનેટર જોન મેક્કેને કહ્યું છે કે, સૈનિકોને પાછા બોલાવવાની ડોનાલ્ડ ટ્રપની મનશાી રાષ્ટ્રપતિ બશર-અલ-અસદના હોંસલામાં વધારો યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ૨૪ થી ૪૮ કલાકની અંદરમાં સિરિયા પર મોટો ફેંસલો લેવાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,