મહારાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને મુંબઈમાં કોરોના સંક્રમણનો રાફડો ફાટ્યો હતો પરંતુ આગામી 1લી જૂન પહેલા મુંબઈ સુરક્ષીત થઈ જશે તેવું મેથેમેટીકલ મોડલનું પૃથુકરણ કહે છે. તજજ્ઞોના મત મુજબ જાન્યુઆરી અને ફેબ્રુઆરીની સરખામણીમાં મૃત્યુદર ઓછો થઈ જશે અને આવી જ રીતે જો રસીકરણ વેગવંતુ રહેશે તો નવા વેરીએન્ટનો ખતરો પણ ઓછો થઈ જશે. આગામી 1લી જુલાઈએ સ્કૂલો પણ ખુલી શકે છે. આ અભ્યાસ ટાટા ઈન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ દ્વારા થયા છે. અત્યાર સુધીમાં બીજી વેવના કારણે 2.3 લાખ મુંબઈ કરને અસર થઈ છે, 1479 જીવ ગયા છે.
લોકલ ટ્રેનના કારણે કોરોના વધુ ફેલાયાનું સંશોધકોનું કહેવું છે. આ ઉપરાંત લોકોએ રાખેલી બેદરકારી પણ બીજી વેવના ફેલાવા પાછળ જવાબદાર છે. આવી સ્થિતિમાં રસીને વેગવંતી બનાવીને ઉપરાંત જે ગ્રાફ જોવા મળે છે તેનો અંદાજ લગાવીને મે મહિનાના પહેલા વીકમાં મૃત્યુદર વધશે પરંતુ ત્યારબાદ જૂનમાં સ્થિતિ થાળે પડી જશે તેવું સંશોધકોનું કહેવું છે. કોરોના સંક્રમણના કેસ મહારાષ્ટ્રમાં સૌથી વધુ જોવા મળ્યા હતા મુંબઈમાં કેસ ઘટાડવા માટે લોકડાઉન સહિતના પગલા લેવાયા હતા હવે સ્થિતી થાળે પડતી હોવાનું ફલીત થાય છે.