રાજુલા-જાફરાબાદ તાલુકાઓમાં ધારાસભ્ય અંબરીશભાઈ ડેર અને પ્રાંત અધિકારી ડાભી તથા તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા ગુજરાત સ્થાપના દિન સુજલામ-સુફલામ યોજના અન્વયે ભાડા ગામે તળાવ ઉંડુ ઉતારવાના કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં જળ સંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, સરપંચ તથા જાફરાબાદ કોંગી આગેવાન પ્રવિણભાઈ બારૈયા તથા મામલતદાર તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં તળાવ ઉંડુ ઉતારવાના કામનો પ્રારંભ કરવામાં આવ્યો.
આ સમયે ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા ગામમાં તળાવ ઉંડુ ઉતારવાથી લોકોને ફાયદો થશે અને કોંગ્રેસ સરકાર દ્વારા ૫૦૦ જેટલા મોટા ડેમો દેશભરમાં બનાવ્યા છે અને પાણીને બચાવવાનો કાર્યક્રમ વર્ષોથી શરૂ જ છે અને લોકો પાણીનું મુલ્ય સમજે અને પાણી બચાવવાના પગલા ભરવામાં આવે તેવું પણ અંબરીશભાઈ ડેર દ્વારા જણાવવામાં આવેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com