દિલ્લીના એમ્બુલન્સ મેન તરીકે ઓળખાતા “હિમાંશુ કલ્યાણ” ગુજરાતમાં આવ્યા છે. તા. ૪ – માર્ચ અને ૫ – માર્ચ ના રોજ તેણે મફત એમ્બુલન્સ સેવાઓ અને તેના વિકાસ માટે ગુજરાતમાં પ્રસ્થાન કર્યું. ગુજરાતનાં પ્રવાસ દરમિયાન તે વધુ સારી સેવાઓ આપવાના ઉદેશથી નવી નિર્દેશિકા તૈયાર કરશે. આ મૌકા પર એમ્બુલન્સ ચાલક કલિયા અને તેના પત્ની ટ્વિંકલ પણ કાંકરીયા ખાતે હાજરી આપી.
તેમણે ત્યાંની હાજરી આપતા કહ્યું કે, “જેમ કે એમ્બ્યુલન્સ સેવાઓની અછતને કારણે મે મારા પિતા ગુમાવ્યા ત્યારે હું 14 વર્ષનો હતો. એક દાયકા પછી, જ્યારે હું લગ્ન કરી રહ્યો હતો, મેં કારની જગ્યાએ દહેજમાં એમ્બ્યુલન્સ માટે પૂછ્યું અને મારી મફત સેવા શરૂ કરી. મારું સ્વપ્ન દેશભરમાં 1,500 એમ્બ્યુલન્સ ચલાવવાનું છે” વધુ જણાવતા કહ્યું કે, ગુજરાતને સારામાં સારી એમ્બ્યુલન્સ સેવાઓ છે, અને હજુ વધારે સુવિધાને વિકસાવવી છે.
અમદાવાદની જાહેર જનતાને આ મિશનમાં પ્રવેશવા પ્રોત્સાહિત કરી. કાલાએ જણાવ્યું હતું કે, તેઓ શહેરથી સારા પ્રતિસાદ મેળવી રહ્યાં છે. તેમણે અને તેમની ટીમ પહેલાથી જ હૈદરાબાદ, જયપુર અને ચંદીગઢ સહિતનાં શહેરોમાં સમાન પ્રવૃત્તિઓનું સંચાલન કરી ચૂક્યા છે.