રોકડા બે લાખ, બે કાર અને એક બાઈક મળી રૂપિયા 21.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
રાજકોટ શહેરના અંબિકા ટાઉનશીપ માં આવેલા તિરૂપતિ કોમ્પલેક્ષ નીચે બાલાજી પાનની દુકાનની પાસે જાહેરમાં ધમધમતા જુગાર ધામ પર તાલુકા પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી સંચાલક સહિત 19 શખ્સોની ધરપકડ કરી છે. જુગારના પટ માંથી રોકડા રૂપિયા 1.97 લાખ, બે કાર ,એક બાઈક મળી કુલ 21.32 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વિગત મુજબ રાજકોટ શહેરમાં દારૂ અને જુગારની બદી દામી દેવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આપેલી સૂચનાને પગલે તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.એમ.હરીપરા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે અંબિકા ટાઉનશીપ માં આવેલ તિરુપતિ કોમ્પલેક્ષની નીચે બાલાજી પાનની દુકાન પાસે જાહેરમાં મૂળ ભાયાવદર નો અને હાલ રામધણ પાછળ રંગોલી બંગલામાં રહેતો જસ્મીન ઉર્ફેકાળું નટવરલાલ સમાણી નામનો શખ્સ જુગારનો અખાડો ચલાવતો હોવાની કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા ને મળેલી બાતમીના આધારે પીએસઆઇ પી.બી.ત્રાજિયા, હેડ કોન્સ્ટેબલ કૃપાલસિંહ ઝાલા અને મયુરસિંહ સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન જુગાર રમતા જસ્મીન ઉર્ફેક કાળું રામાણી, અંબિકા ટાઉનશીપમાં આવેલ રીચલી ફીલ એપાર્ટમેન્ટમાં રહેતા હિમાંશુ ધીરજલાલ ઉંજીયા, ઇસ્કોન હાઇટ માં રહેતા જય ચીમનલાલ બરોચિયા, સમન્વય પેલેસમાં રહેતા અર્પણ નટવરલાલ વાછાણી, કોસ્મોપ્લેક્સ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિયંક ચંદુભાઈ સાયજા ,અક્ષર પરિસરમાં રહેતા રાજ કિશોરભાઈ ખાટ, મધુવન શ્રીજી કૃપા બંગલોઝ માં રહેતા જયવીન મહેન્દ્રભાઈ ચોવટીયા ,ઉમિયા ચોક જલજીત સોસાયટીમાં રહેતા વિવેક વિઠ્ઠલભાઈ વડારીયા, વ્રજવાટિકામાં રહેતા મિથુન નરસિંહભાઈ મેંદપરા, પાટીદાર ચોક સાઈ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા રવિ હસમુખ દેલવાડીયા, ગોપાલ ચોક સાધુ વાસવાણી રોડ પર આદિત્ય હાઇટ્સમાં રહેતા નિકુંજ રસિક સાપરીયા, ગોપી હાઇટ્સમાં રહેતા યસ સંજય ભલાણી, ઇસ્કોન હાઇટ્સમાં રહેતા રવિ અરવિંદ ટીલવા, યુગ ધર્મમાં રહેતા મિલન મનોજ કતીરા ,આર્યલેન્ડ વાળી શેરીમાં ફોનિક્સ એપાર્ટમેન્ટમાં રહેતા ભગીરથ રમેશ વામજા, રાણી કોમ્પલેક્ષ ની બાજુમાં આરએમસી ક્વાર્ટર માં રહેતા રાજ પ્રફુલભાઈ વિરાણી ,સર્કલ પાસે હરિદ્વાર હિલ્સમાં રહેતા મિલિંદ મૂળજીભાઈ પનારા, અંબિકા ટાઉનશિપમાં સીટી ક્લાસિક માં રહેતા રાજ જીતેન્દ્ર ભેંસદડીયા અને બિગ બજાર નજીક ઋષભ એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલ ગિરધરભાઈ ભલાણી ની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા 1.97 લાખ, બે કાર, એક બાઈક મળી રૂપિયા 21.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
કામગીરી કરનાર અધિકારી કર્મચારી પોલીસ ઇન્સ. ડી.એમ.હરિપરા તથા પી.એસ.આઇ. પી.બી ત્રાજીયા તથા પ્રો.એ.એસ.આઈ. દિનેશભાઈ ચંદુલાલ જોષી પો.હેડ.કોન્સ. કૌશેન્દ્રસિંહ રણજીતસિંહ ઝાલા તથા કીપાલસિંહ સહદેવસિંહ ઝાલા તથા પો.કોન્સ. ફુલદીપસિંહ દીલીપસિંહ જાડેજા તથા જીલુભાઇ મેરામભાઈ ગરચર તથા સંજયભાઈ વિરજીભાઈ માંડાણી તથા નિકુંજભાઈ ધીરજલાલ મારવીયા તથા મહાવિરસિંહ ધીરૂભા જાડેજા તથા મયુરસિંહ દૈવતસિંહ જાડેજા તથા જુગલભાઈ ગોકુળભાઈ કથીરીયા તથા હોમ ગાર્ડ રૂષી સુરેશભાઈ જાની તથા પરેશભાઈ હેમંતભાઈ આહુંધરાફરજ બજાવી હતી