એઠવાડ સિહતના કચરાથી અસઘ્ય દુર્ગધ:રોગચાળો ફાટી નીકળવાની ભીતિ
રાજકોટને સ્માર્ટ સીટીનો દરજજો મળ્યો છે. સ્માર્ટ સીટી એટલે જયાંનું તંત્ર સ્માર્ટ હોય અને લોકો પણ સ્માર્ટ હોય, પરંતુ મવડી ગામ પાસે આવેલું અંબિકા ટાઉનશીપ તથા મવડી પોલીસ લાઇન ખાતે ગંદકીનું સામ્રાજય સ્થપાયું છે. આ ગંદકીનું પ્રમાણ એટલી હદ સુધી વધી ગયું છે.
કે એ સ્થળ પર પહોચતાની સાથે જ દુર્ગધ શરુ થઇ જાય છે. આ સ્થળ પર લોકો પણ એઠવાડ અને બીજો કચરો ઠાલવે છે જેના કારણે દિવસે દિવસે આ સ્થળની દુર્દશા સર્જાઇ રહી છે.
ખાસ કરીને અંબિકા ટાઉનશીપ ખાતે બેબીબેનના સ્મશાન પાસેથી નદીને જોતા એવો ભાસ થાય છે કે ખરેખર આ નદી નહી પરંતુ ગટર હોય.
આ વિશે સ્થાનિકો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ઘણા સમયથી આ સ્થળની સ્થિતિ કંઇક આવી જ છે. આ સ્થળે ખુબ જ ગંદકી છે જેના કારણે મચ્છરોનો ઉ૫દ્રવ પણ વધી રહ્યો છે. તથા સ્થાનિકોનું આરોગ્ય પણ જોખમાયું છે.
આ ગંદકીમાં પડેલા એઠવાડને ખાઇની અવાર નવાર જનાવરો પણ મૃત્યુ પામે છે તેવું સ્થાનિકોનું કહેવું છે.ત્યાં ના લોકોએ એવું પણ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારનું પગલું લેવામાં આવ્યું નથી.