કોરોનાને લઈ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ સહિતના કાર્યક્રમો મોકૂફ રાખવા વહિવટી તંત્રએ લીધેલો મહત્વનો નિર્ણય
આવતી કાલ તા. ૧૪-૪ ના રોજ ડો. બાબા સાહેબ આંબેડકર જયંતિ નો દિવસ જે દિવસે સમગ્ર દલીત સમાજ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે જઇ અને ડો. બાબાસાહેબ આંબેડકર ને બુઘ્ધ વંદના તથા પુષ્પાંજલી કરવામાં આવે છે પરંતુ હાલમાં સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલ હોય જે અનુસંધાને માન. વડાપ્રધાન દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે જે લોકડાઉન ચાલુમાં હોય જેથી વહીવટી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવેલ છે જે લોકડાઉન ચાલુમાં હોય જેથી વહીવટી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવેલ છે કે તેઓ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની તમામ પ્રતિમાને પુષ્પાજલી કરવામાં આવશે જેથી સમગ્ર દલીત સમાજ કે જેઓ ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ખાતે બુઘ્ધવંદના તથા પુષ્પાંજલી કરવા જવું નહીં પોતાના ઘરે સુરક્ષીત રહી સ્વસ્થ રહી અને ડો. બાબા સાહેબ આંબેડકરની બુઘ્ધ વંદના કરવા અપીલ છે.