કાલે કેમ્પનું સમાપન, રવિવારે ડાંડીયા રાસ સ્પર્ધા અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ
બોલબાલા ટ્રસ્ટ રધુવંશી ગ્રુપ ગાંધીધામ, અક્ષર વિઘાલય, ઇન્ડીયન એચીવર્સ કલબ તથા વિનોબાભાવે પ્રાથમીક શાળા આયોજી બે સ્થળો ઉપર અલગ અલગ ૩પ પ્રકાર બાળકો તથા મહીલાઓને લગતા ના તાલીમ વર્ગો ચાલી રહેલ છે.
જેમાં બહેનો ને અત્યંત ઉપયોગી એવા પાર્લર, મહેંદી તથા કુકીંગ સહીતના વર્ગોની મુલાકાત દરમ્યાન ન્યાયધીશ નીમશાબેન સુરતી, આર.ટી.ઓ. ઇન્સ્પે. જે.વી.શાહ તથા શ્રી મોજીદ્રા, બ્રહ્મકુમારી રિટાદીદી, કોર્પોરેટર બાબુભાઇ, ઇન્દીરાબેન શંથીગાળા, પ્રફુલ્લભાઇ ચંદારાણા તેમજ કરણીસેનાની ટીમ, ગીતાબા ગોંડલ વાળા, વૈશાલીબેન પારેખ વગેરે મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.
તમામ વર્ગોની અક્ષર સ્કુલ ખાતે કાલે બપોરે ૪ થી ૬ આરતી ડેકોરેશન સ્પર્ધા અને સમર વર્ગનું સમાપન, વિનોભાવે સ્કુલ તા.ર૦ સાંજે ૪ થી ૬ ડાંડીયા રાસ સ્પર્ધા તથા સમર વર્ગ સમાપન અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે.
કાર્યક્રમોને સફળ બનાવવા બોલબાલા ટ્રસ્ટ જયેશ ઉપાઘ્યાય તથા રધુવંશી ગ્રુપના કમળાબેન ભાગ્યોદય, પરાગ મહેતાએ જહેમત ઉઠાવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com